એકલી બોલાવી, કેમેરા નહોતા પછી ડ્રિંકમાં ભેળવી નશીલી દવાઓ... કાસ્ટિંગ કાઉચથી આ રીતે બચી ટીવીની 'તપસ્યા'


TV Actress Casting Couch Stories: ટીવી હોય કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ઘણા કલાકારોએ કાસ્ટિંગ કાઉચનો (casting couch) સામનો કરવો પડ્યો છે. કેટલાક બચી ગયા અને કેટલાક તેનો શિકાર બન્યા. જાણીતી ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ (Rashami Desai) પણ ખૂબ જ નર્વસ હતી જ્યારે તે પોતાની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં આમાં ફસાઈ ગઈ હતી.

રશ્મિએ (Rashami Desai) પણ ઘણો સંઘર્ષ કર્યો

1/6
image

રશ્મિ દેસાઈ (Rashami Desai)જ્યારે તપસ્યા તરીકે ટીવી પર આવી ત્યારે તેને ઘણો પ્રેમ મળ્યો. આ એક સિરિયલે તેના જીવનને એક અલગ દિશા આપી છે. પરંતુ તેને આ બધું આટલી સહેલાઈથી મળ્યું નથી. બલ્કે તેની પાછળ પણ સંઘર્ષની લાંબી ગાથા છે. તે કાસ્ટિંગ કાઉચનો (casting couch)ભોગ બનવાથી પણ બચી ગઈ હતી.

ઓડિશનના બહાને મળવા બોલાવી

2/6
image

ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ (Rashami Desai) ખૂબ જ નાની ઉંમરે અભિનય ક્ષેત્રે પગ મૂક્યો હતો. તે ફિલ્મી પૃષ્ઠભૂમિની ન હોવાથી તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તે સમયે તે માત્ર 16 વર્ષની હશે. તેને ઓડિશન માટે ફોન આવ્યો અને તેને એકલા જ મળવા બોલાવવામાં આવી હતી. રશ્મિ દેસાઈ કંઈ સમજે તે પહેલાં જ ઓડિશન માટે પહોંચી ગઈ.

કાસ્ટિંગ કાઉચનો શિકાર બનતા બચી ગઈ

3/6
image

તે રૂમમાં પહોંચી તો ત્યાં કેમેરા નહોતો. તે થોડી ગભરાઈ પણ ત્યાં હાજર વ્યક્તિએ ડ્રિંક્સમાં ગુપ્ત રીતે ડ્રગ્સ ભેળવી દીધું અને રશ્મિની છેડતી કરવાનો પ્રયાસ શરૂ કર્યો. રશ્મિ (Rashami Desai)આખો મામલો સમજી ગઈ અને હિંમત ભેગી કરી અને સ્પષ્ટ કહી દીધું કે તે આ બધું કરવા માંગતી નથી.

રશ્મિના નસીબે સાથ આપ્યો

4/6
image

આખરે કોઈક રીતે રશ્મિ દેસાઈ (Rashami Desai)પોતાનો જીવ બચાવીને ત્યાંથી બહાર આવી અને સીધા ઘરે જઈને માતાને બધી વાત જણાવી. ત્યારપછી બીજા દિવસે તેની માતા તે વ્યક્તિ પાસે ગઈ અને તેને આમ કરવા બદલ માર પણ માર્યો હતો. બસ ગમે તે થયું પણ રશ્મિનું નસીબ તેની સાથે હતું. ત્યારે જ અભિનેત્રીને ઉત્તરન જેવી હિટ સિરિયલ મળી ગઈ.

નંદિશ સંધુ સાથે લગ્ન કર્યા

5/6
image

આ ડેઈલી સોપમાં રશ્મિએ (Rashami Desai)તપસ્યા નામની છોકરીની ભૂમિકા ભજવી હતી, જેના પછી રશ્મિને ટીવીની ટપ્પુ તરીકે ઓળખ મળી હતી. અહીં તેને તેના કોસ્ટાર નંદિશ સંધુ સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા.  

ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે

6/6
image

તમને જણાવી દઈએ કે માત્ર ટીવી જ નહીં પરંતુ રશ્મિ દેસાઈ (Rashami Desai)ભોજપુરી ફિલ્મોનો પણ જાણીતો ચહેરો રહી ચુકી છે. જેમણે ગજબ ભાઈ રામા, કબ હોયે ગૌના હમાર, નદિયા કે તીર, ગબ્બર સિંહ, દુલ્હા બાબુ, બંધન ટૂટે ના અને પપ્પુ કે પ્યાર હો ગયેલ જેવી ફિલ્મો કરી હતી. આ સમયે BIG BOSSમાં આવ્યા પછી તેને વધુ ખ્યાતિ મળી હતી.