Indian Railway: હવે એરપોર્ટ જેવું દેખાશે નવી દિલ્હી રેલવે સ્ટેશન, જુઓ PHOTOS

આગામી કેટલાક વર્ષોમાં તમે નવી દિલ્હી રેલવે સ્ટેશનને ઓળખી શકશો નહી. ભારતીય રેલવેને તેની સૂરત બદલવાની તૈયારી કરી લીધી છે. રેલ લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (RLDA) એ રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવા માટે ખાનગી કંપનીઓ, એજન્સીઓ પાસે બોલી મંગાવી છે. 

નવી દિલ્હી: ભારતીય રેલવે નવી દિલ્હી રેલવે સ્ટેશનને રિડેવલોપ કરવાની તૈયારીમાં છે.  રેલ લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (RLDA) એ રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવા માટે ખાનગી કંપનીઓ, એજન્સીઓ પાસે બોલી મંગાવી છે. રેલવેએ કહ્યું કે અંદાજિત 4,925 કરોડ રૂપિયામાં નવી દિલ્હી સ્ટેશનને રિડેવલોપ કરવામાં આવશે. રીડેવલોપમેન્ટ બાદ આ સ્ટેશનમાં શું બદલાઇ જશે, રેલવેનો પુરો પ્લાન શું છે, આ તસવીરો દ્વારા એક નજર નાખીએ.

નવું રેલવે સ્ટેશન બનશે મોટું હબ

1/6
image

નવું રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ રીટેલ, કોમર્શિયલ અને હોસ્પિટાલિટી બિઝનેસનું એક મોટું હબ બનશે, અને તમામ જરૂરી અને આધુનિક સુવિધાઓ પણ હશે. 

નવું રેલવે સ્ટેશન બનશે મોટું હબ

2/6
image

30 એકરમાં બનશે કોમર્શિયલ કંપોનેંટનો મોટો વિસ્તાર હશે. તેમાં 5 સ્ટાર હોટલ્સ, બજેટ હોટલ અને સર્વિસ એપાર્ટમેન્ટ બનશે, જે લગભગ 30 એકર જમીન પર બનશે. 

ભીડભાડથી મળશે છુટકારો

3/6
image

પ્લેટફોર્મને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવશે કે યાત્રીને ત્યાં પહોંચવામાં સરળતા રહે. તેને ભીડભાડનો ઓછો સામનો કરવો પડે અને સાથે જ મુસાફરો માટે લોન્જ, ફૂડ કોર્ટ અને રેસત રૂમ્સની પણ વ્યવસ્થા હશે. 

એલિવેટિડ રોડ વડે થશે કનેક્ટ

4/6
image

આ તમામ એક એલિવેટેડ રોડ નેટવર્ક દ્વારા જોડૅવામાં આવશે, જેમાં ઘણા એન્ટ્રી અને એક્ઝિટ દ્વાર હશે.

પાર્કિંગની સુવિધા પણ મળશે

5/6
image

તેમાં એક મલ્ટીલેવલ પાર્કિંગની વ્યવસ્થા હશે, સ્ટેશન પર નેચરલ લાઇટ, વેન્ટીલેશનનું પુરૂ ધ્યાન રાખવામાં આવશે.

અલગ અલગ કોરિડોર સાથે જોડાશે પ્રોજેક્ટ

6/6
image

સ્ટેશનમાં આવવા જવા માટે અલગ-અલગ કોરિડોર એટલે કે રસ્તા બનાવવામાં આવશે.