પરેડમાં જોવા મળ્યા અદભૂત Tableau, ગુજરાતની ઝાંખીમાં ધોરડો તો યુપીની ઝાંખીમાં જોવા મળ્યા રામલલ્લા
આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ જોશભેર ઉજવણી કરવામાં આવે છે. આજે પણ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આજના ગણતંત્ર દિવસ સમારોહના ચીફ ગેસ્ટ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન હતા. વિવિધ રાજ્યોની ઝાંખીઓએ પણ ત્યાં હાજર લોકોનો જોશ વધારી દીધો. તસવીરમાં જુઓ અલગ અલગ ઝાંખીઓ.....
દેશમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે દેશ પોતાનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. વર્ષ 1950માં ભારતનું બંધારણ લાગૂ કરાયું હતું. આથી આ દર વર્ષે આ દિવસ ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે.
DRDO ની ઝાંખી
કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) ની ઝાંખી જોવા મળી.
ઉત્તર પ્રદેશ
પરેડમાં ઉત્તર પ્રદેશની ઝાંખીમાં રામલલ્લા જોવા મળ્યા. હાલમાં જ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાઈ ગયો.
છત્તીસગઢ
કર્તવ્ય પથ પર પરેડમાં છત્તીસગઢની પણ આકર્ષક ઝાંખી જોવા મળી.
મધ્ય પ્રદેશ
આ વખતની પરેડમાં મધ્ય પ્રદેશની ઝાંખી પણ કઈક ખાસ હતી.
મેઘાલય
કર્તવ્ય પથ પર યોજાયેલી આજની પરેડમાં મેઘાલયની પણ ઝાંખી પ્રસ્તુત થઈ હતી.
તેલંગણા
દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગણાની પણ અદભૂત ઝાંખી જોવા મળી હતી.
ગુજરાતની ઝાંખી
રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ઝાંખી આજે જોવા મળી. ધોરડોનો UNWTO: United Nations World Tourism Organization ના Best Tourism Village યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે.
લદાખની ઝાંખી
કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદાખની પણ ઝાંખી જોવા મળી.
મહારાષ્ટ્ર
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સંસ્કૃતિની ઝલક દેખાડતી ઝાંખી પણ જોવા મળી.
રાજસ્થાન
કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં રાજસ્થાનની પણ ઝાંખી જોવા મળી.
Trending Photos