રમકડાં રમવાના શોખે આ બાળકને બનાવી દીધો કરોડપતિ, Walmart સાથે શરૂ કરશે બિઝનેસ

રમકડાં સાથે રમવાનો શોખ કોઈ બાળકને કરોડપતિ બનાવી શકે? સાંભળવામાં થોડું વિચિત્ર ભલે લાગે પરંતુ આ સાચુ છે. દરેક બાળકને રમકડાં ગમતા હોય છે. પરંતુ કેટલાક બાળકો રમકડાં સાથે રમતા રમતા ખાસ બની જાય છે. 

Walmart Strikes a Deal With Six-Year-Old Billionaire Ryan

1/8
image

રમકડાં સાથે રમવાનો શોખ કોઈ બાળકને કરોડપતિ બનાવી શકે? સાંભળવામાં થોડું વિચિત્ર ભલે લાગે પરંતુ આ સાચુ છે. દરેક બાળકને રમકડાં ગમતા હોય છે. પરંતુ કેટલાક બાળકો રમકડાં સાથે રમતા રમતા ખાસ બની જાય છે. આવો જ એક બાળક છે જેની ઉંમર માત્ર 6 વર્ષ છે. પંરતુ આ બાળક રમકડાં સાથે રમતા રમતા કરોડપતિ બની ગયો. બાળકની લોકપ્રિયતા એવી છે કે દુનિયાની દિગ્ગજ રિટેલ કંપની વોલમાર્ટે હવે આ બાળક સાથે ડીલ સાઈન કરી છે. 

World`s Youngest YouTube Billionaire Ryan struck a deal with Walmart

2/8
image

રેયાન નામના આ બાળકે ગત વર્ષે માત્ર યૂટ્યુબ પર વીડિયો અપલોડ કરીને 11 મિલિયન ડોલર એટલે કે 75 હજાર કરોડની કમાણી કરી હતી. યુટ્યૂબ પર રેયાનની 6 ચેનલો છે. જેના પર અપલોડ કરાયેલા વીડિયોને લગભગ 1.5 કરોડથી વધુ લોકોએ જોયા છે. ગત વર્ષે આ બાળક યુટ્યૂબ પર આઠમો સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ બન્યો હતો. ખાસ વાત એ છે કે યુટ્યૂબ પર કમાણી કરવાના મામલે તે સૌથી નાનો કરોડપતિ પણ છે.

6 year old Ryan review Toys on YouTube

3/8
image

6 વર્ષનો આ બાળક રેયાન યુટ્યૂબ પર રમકડાંનો રિવ્યું કરે છે. હવે આ બાળકે રિટેલ કંપની વોલમાર્ટ સાથે ડીલ સાઈન કરી છે. જે મુજબ હવે વોલમાર્ટ અમેરિકામાં પોતાના 2500 સ્ટોર્સ પર બાળકોના પોતાની બ્રાન્ડના રમકડાં વેચશે. કંપનીએ બ્રાન્ડનું નામ પણ 'રેયાન વર્લ્ડ' રાખ્યું છે. 

Ryan is reviewing Toys since 3 year old age

4/8
image

રેયાન 3 વર્ષની ઉંમરથી યુટ્યૂબ પર રમકડાંના રિવ્યું કરે છે. તે દરેક રમકડાંને જોઈને તેને સમજીને તેની સમીક્ષા કરે છે. રમકડાં અંગે રજે રજની માહિતી તે આપે છે. જેને જોઈને લોકો પોતાના બાળકો માટે રમકડાં ખરીદવાનું વિચારે છે. 

Ryan Parents didn`t revealed its place and surname

5/8
image

તેનો રિવ્યું એટલો જબરદસ્ત હોય છે કે લોકો આંખો બંધ કરીને વિશ્વાસ પણ કરે છે. તેના માતા પિતાએ નાની ઉંમર જોઈને જગ્યા અને નામ છૂપાવી રાખ્યા છે. જેથી કરીને મીડિયા અને પબ્લિકની નજરથી દૂર રહે. હવે રેયાને પોતાની બ્રાન્ડનેમથી રમકડાં તૈયાર કર્યા છે. જેને શરૂઆતમાં અમેરિકામાં વેચવામાં આવશે. 

Walmart Will sell Ryan toys in 2500 Store in America

6/8
image

રેયાન વર્લ્ડના નામથી વોલમાર્ટ અમેરિકામાં હાલના 2500થી વધુ સ્ટોર અને વેબસાઈટ પર રમકડાંને વેચવામાં આવશે. ઓક્ટોબરથી આ બ્રાન્ડના રમકડાં અમેરિકાના દરેક સ્ટોર પર મળવા લાગશે. 

Ryan parents starts review video on YouTube from 2015

7/8
image

રેયાનના માતાપિતાએ માર્ચ 2015થી વીડિયો રેકોર્ડ કરીને યુટ્યૂબ પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. પહેલા વીડિયોમાં તેને લેગો બોક્સ નામના રમકડાં અંગે રિવ્યું કરતા દર્શાવાયો હતો. 

 

Ryan Brand Toys has different design

8/8
image

રેયાન બ્રાન્ડ હેઠળ રમકડાં ઉપરાંત 3 વર્ષથી ઉપરના બાળકો માટે ચાર અલગ અલગ ડિઝાઈનમાં કપડાં પણ મળશે. જેમાંથી એકની ડિઝાઈન પિઝા આકારમાં હશે. કારણ કે તેને તે ખુબ ગમે છે.