Aliens On Earth: ધરતી પર આવવા માટે બેચેન છે Aliens? વૈજ્ઞાનિકોને મોકલી રહ્યાં છે Radio Signals

એલિયન્સ (Aliens)ની વાત દરેકને રોમાંચિત કરે છે. વૈજ્ઞાનિકો (Scientists)ને એલિયન્સ રેડિયો સિગ્નલ (Radio Signals) મોકલી રહ્યાં છે. આ વાત જાણીને તમે પણ મુંઝવાઈ જશો.
 

નવી દિલ્હી: શું દુનિયામાં એલિયન્સ (Aliens)નું અસ્તિત્વ છે? શું એલિયન્સ બીજા ગ્રહો પર રહે છે (Aliens Existence)? આ પ્રકારના સવાલોના જવાબ વૈજ્ઞાનિકો (Scientists)થી લઇને સામાન્ય લોકો સુધી, તમામ જાણવા માંગે છે. છેલ્લા કેટલાક દિવસોથી વૈજ્ઞાનિકોને એલિયન્સના સંદેશ મળી રહ્યાં છે. તેનાથી આ સાબિત થાય છે કે, પૃથ્વી ઉપરાંત અન્ય બીજા ગ્રહ પર જીવન છે. આ સંદેશો એક નવો સવાલ ઉભો કરી રહ્યું છે. શું એલિયન્સ ધરતી પર આવવા માંગે છે (Aliens On Earth)?

51 પ્રકાશ વર્ષ દૂરથી આવી રહ્યા છે સિગ્નલ

1/4
image

હવે વૈજ્ઞાનિકોની એક ઇન્ટરનેશનલ ટીમને એક ગ્રહના ધણા દૂરથી રેડિયો સિગ્નલ (Radio Signal) મળી રહ્યાં છે. આ ગ્રહ તાઉ બૂટ્સ નામના તારાની પ્રણાલીમાં હાજર છે. આ ગ્રહથી 51 પ્રકાશ વર્ષ દૂર છે. સિસ્ટમમાં એક બાઈનરી સ્ટાર અને એક એક્સોપ્લેનેટ હોય છે.

તેના પર થયું છે રિસર્ચ

2/4
image

વૈજ્ઞાનિકોની આ ટીમને જેક ટર્નર (Jake Turner) લીડ કરી રહ્યાં છે. જેક ટર્નર કોર્નેલ વિશ્વવિદ્યાલયમાં પોસ્ટડોક્ટોરલ શોધકર્તા (Postdoctoral Researcher in Cornell University) છે. તેમની ટીમમાં ફિલિપ જરકા અને જીન મૈથિયાસ ગ્રિસ્મીયર છે. તેમની એલિયન્સ પર કરવામાં આવેલ રસર્ચ સાયન્ટિફિક જર્નલ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં પ્રકાશિત થઈ છે.

તાઉ બૂટ્સથી મળી રહ્યાં છે સિગ્નલ- જેક ટર્નર

3/4
image

જેક ટર્નરે જણાવ્યું છે કે, વૈજ્ઞાનિકોને આ સિગ્નલ તાઉ બૂટ્સ સિસ્ટમ (Tau Bootes System)થી મળી રહ્યાં છે. આ રેડિયો સિગ્નલ (Radio Signals) ગ્રહના ચુંબકિય ક્ષેત્રની શક્તિ અને ધુવ્રીકરણના કારણે પ્રાપ્ત થઈ રહ્યાં છે.

એલિયન્સની દુનિયાનો ખુલશે રાઝ

4/4
image

વૈજ્ઞાનિક જેક ટર્નરે જણાવ્યું છે કે, તેમની સ્ટડીમાં એલિયન્સની દુનિયાને લઇને ઘણી વસ્તુ સામે આવી છે. તેના માધ્યમથી એલિયન્સની દુનિયાના અધ્યયન કરવાની સંભાવના વધી રહી છે.