આર્મી ડે પર જાણો ભારતીય સેનાની અજાણી વાતો અને ઈતિહાસ

ભારતના લોકોની રક્ષા માટે તત્પર રહેનારી ભારતીય સેના દરેક પરિસ્થિતિમાં દેશની સેવા કરવા માટે તૈયાર રહે છે. સરહદ ક્ષેત્રમાં દેશનો કોઈપણ દુષ્મન ઘરમાં પ્રવેશ ન કરી શકે તે માટે તેઓ પોતાના પરિવારને ત્યાગીને દેશની ભૂમિને જ પોતાનો પરિવાર માને છે. 

સેના દિવસના અવસરે અમે તમને ભારતીય સેનાની કેટલિક વાતો જણાવી રહ્યાં છીએ, જેને વાંચીને તમને ગર્વ થશે. ભારતીય સેના વિશ્વમાં સૌથી ઊંચાઈ પર સ્થિત સરહદની રક્ષા કરનારી સેના છે. સિયાચીનમાં માઇનસ 20 ડિગ્રીની સ્થિતિ હોય કે પછી કાશ્મીરની સ્થિતિ ભારતીય સેના દરેક સ્થિતિમાં એક સમાન દેશની રક્ષા માટે ઊભી રહે છે. સિયાચીન ગ્લેશિયર સમુદ્ર કિનારાથી 5 હજાર મીટરની ઉંચાઈએ સ્થિત છે, આ વિશ્વની સૌથી ઊંચી સરહદ છે. 
 

15 જાન્યુઆરીએ મળ્યા હતા પ્રથમ કમાન્ડર ઇન ચીફ

1/6
image

ભારતીય સેનાને આઝાદી પહેલા સુધી બ્રિટિશ ઈન્ડિયન આર્મી તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ 15 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય સેનાને પોતાનો પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ મળ્યા હતા. 

15 જાન્યુઆરીની તારીખ કેમ?

2/6
image

15 જાન્યુઆરી 1949ના ભારતીય સેનાની કમાન બ્રિટિશ જનરલ Francis Butcher પાસેથી ફીલ્ડ માર્શલ કેએમ કરિઅપ્પાના હાથમાં આવી ગઈ હતી. આ સાથે બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાંથી બ્રિટિશ શબ્દ કાયમ માટે દૂર થઈ ગયો હતો અને તેને ઈન્ડિયન આર્મી કહેવામાં આવ્યું હતું. ફીલ્મ માર્શલ કે એમ કરિઅપ્પા આઝાદ ભારતના પ્રથમ આર્મી ચીફ બન્યા હતા. ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે 15 જાન્યુઆરીને સેના દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 

12 લાખથી વધુ સક્રિય સૈનિક

3/6
image

ભારતીય સેના સર્વ-સ્વયંસેવી દળ છે અને તેમાં દેશના સક્રિય રક્ષા કર્મીઓનો 80 ટકાથી વધુ ભાગ છે. ભારતીય સેના વિશ્વની એકમાત્ર એવી સેના છે, જેની પાસે 12 લાખથી વધુ સક્રિય સૈનિક છે તો 9 લાખથી વધુ રિઝર્વ ફોર્સમાં છે. 

 

સૌથી ઊંચા સ્થાન પર બનાવ્યો પુલ

4/6
image

ભારતીય સેના જેટલી દેશની જનતાની રક્ષા કરવા માટે તત્પર રહે છે, તેટલી જ વિશ્વપણ તેની ક્ષમતાને માને છે. ભારતીય સેનાના નામે વિશ્વની સૌથી ઊંચી જગ્યા પર પુલ બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. હિમાલચની ટોંચ પર 18 હજાર 379 ફુટની ઉંચાઈ પર સેના દ્વારા નિર્મિત પુલનું નામ બેલી બ્રિઝ છે. 

 

માત્ર દુશ્મનના પ્રહારનો આપે છે જવાબ

5/6
image

વિશ્વભરમાં ભારતીય સેના એકમાત્ર તેવી સેના છે જે માત્ર પોતાના દુશ્મનોના હુમલાનો જવાબ આપે છે. ભારતીય સેનાના નામે ક્યારેય કોઈપણ દેશ પર પહેલા હુમલો ન કરવાનો કે તેને કબજે કરવાનો કોઈપણ રેકોર્ડ નથી. 

દારૂખાનામાં ચોથું સ્થાન

6/6
image

દારૂખાના-હથિયારોના મામલામાં ભારતીય સેના વિશ્વમાં ચોથા સ્થાન પર આવે છે. ભારતીય સેનાની પાસે યોગ્ય અગ્નિ અને પૃથ્વી બેલિસ્ટિક મિસાઇલો છે, જે તેને શક્તિશાળી બનાવે છે.