Shani Jayanti 2023: શનિ જયંતિ પર કરો આ ઉપાય, સાડાસાતી અને પનોતીથી મળશે મુક્તિ

Shani Jayanti Puja Upay For Shani Sade Sati: હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે શનિદેવ આપણા કર્મોના આધારે ફળ આપે છે. તેવામાં જો તમે શનિની સાડાસાતી કે પનોતીથી પીડિત છો તો આજે અમે તમને શનિદેવની પૂજાના કેટલાક એવા ઉપાય જણાવી રહ્યાં છીએ, જેને શનિ જયંતિના દિવસે કરવાથી તમને શનિના પ્રકોપથી મુક્તિ મળશે. 

ક્યારે છે શનિ જયંતિ

1/7
image

શનિ જયંતિ હિંદુ કેલેન્ડરના જેઠ મહિનાના નવા ચંદ્રના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 19મી મે છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો તમે શનિ જયંતિના દિવસે કેટલાક ઉપાય કરશો તો તમને શનિના પ્રકોપથી મુક્તિ મળશે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે...

2/7
image

જો તમે શનિની સાડાસાતીથી પીડિત છો તો શનિ જયંતિના દિવસે સાંજે ઘરની પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવો. ત્યારબાદ ઉં શં અભયહસ્તાય નમઃ મંત્રનો જાપ કરો. ત્યારબાદ કાળા તલ અને સરસવના તેલનું દાન કરો. 

 

 

3/7
image

જો તને શનિની પનોતીથી પીડિત છો તો શનિ જયંતિના દિવસે 11 માળા 'ઉં શં શનૈશ્વરાય નમઃ' મંત્રનો જાપ કરો. ત્યારબાદ શની ચાલીસા અને શનિદેવની આરતી કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને પોતાના પ્રકોપથી મુક્તિ આપશે. 

 

4/7
image

જો તમે શનિની સાડાસાતી કે પનોતીથી પીડિત છો તો શનિ જયંતિના દિવસે શનિ મંદિર જઈને શનિ દેવની ઉપાસના કરો. ત્યારબાદ કાળા અળદ તથા કાળા તલનું દાન કરો. આમ કરવાથી શનિની સાડાસાતી અને પનોતીથી રાહત મળે છે. 

 

 

5/7
image

જો તમારો જન્મ શનિવારના દિવસે થયો છે તો શનિ જયંતિના દિવસે જરૂરીયાત મંદને ભોજન કરાવો અને તેને જરૂરીયાતની વસ્તુ તથા વસ્ત્રોનું દાન કરો. 

 

 

6/7
image

શનિ જયંતિના દિવસે પલાળેલા કાળા ચણા, કાચો કોલસો અને લોખંડનું એક પાન કપડામાં બાંધીને નદીમાં વહાવી દો. આમ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે.

7/7
image

શનિ જયંતિના દિવસે ગાયને લીલો ચારો ખવળાવો અને તેની સેવા કરો. સાથે ગાયને પગે લાગી તેના આશીર્વાદ પ્રાપ્ત કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સાધક પર કૃપા કરે છે.  

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)