વર્ષ 2024માં ત્રણ નક્ષત્રમાં ગોચર કરશે શનિદેવ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે

Shani Dev: શનિ દેવ 6 એપ્રિલ 2024, શનિવાર બપોરે 3.55 કલાકે નક્ષત્ર પરિવર્તન કરશે. ત્યારબાદ શનિ ઓક્ટોબરમાં ફરી નક્ષત્ર પરિવર્તન કરશે. વર્ષ 2024માં શનિનું છેલ્લું નક્ષત્ર પરિવર્તન 3 ઓક્ટોબર 2024ના થશે. 

શનિ નક્ષત્ર પરિવર્તન

1/5
image

Shani Dev: વર્ષ 2024માં શનિ રાશિ પરિવર્તન કરી રહ્યાં નથી, પરંતુ નક્ષત્ર પરિવર્તન જરૂર કરશે. શનિનું નક્ષત્ર પરિવર્તન ઘણા જાતકો માટે ખાસ રહેવાનું છે. નવા વર્ષમાં શનિ પોતાની કુંભ રાશિમાં જ રહેશે, ત્યારબાદ શનિ વર્ષ 2025માં રાશિ પરિવર્તન કરશે. આ પહેલા વર્ષ 2024માં શનિના ત્રણ નક્ષત્ર પરિવર્તન પણ ખાસ છે. સૌથી પ્રથમ નક્ષત્ર પરિવર્તન પૂર્વ ભાદ્રપદમાં થશે. આ નક્ષત્રમાં શનિ એપ્કિલ 6, 2024ના બપોરે 3.55 કલાકે જશે. ત્યારબાદ શનિ ઓક્ટોબરમાં નક્ષત્ર પરિવર્તન કરશે. શનિ શતભિષા નક્ષત્રમાં ઓક્ટોબર 3, 2024ના બપોરે 12.10 કલાકે પ્રવેશ કરશે. ત્યારબાદ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં શનિ ફરી ડિસેમ્બર 27 2024ના પ્રવેશ કરશે. આ પ્રકારે વર્ષમાં ત્રણ વખત શનિનું નક્ષત્ર પરિવર્તન થશે. આવો જાણીએ તેનો રાશિ પર શું પ્રભાવ પડશે. 

મેષ

2/5
image

શનિદેવનું નક્ષત્ર પરિવર્તન તમારા જીવનમાં ખુશીઓ લાવશે. તમારૂ ભાગ્ય જે આ દિવસોમાં સાથ આપી રહ્યું નથી. તે સાથ આપશે. કુલ મળીને તમારા માટે સારો સમય છે અને તમે પહેલાથી વધુ સકારાત્મક અનુભવ કરશો. એટલું જ નહીં તમારા બેન્ક બેલેન્સમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે.   

વૃષભ

3/5
image

આ રાશિના જાતકોને બિઝનેસમાં નફો થવાની સંભાવના છે, તો લાંબા સમયથી ચાલી રહેલી બીમારી પણ ઠીક થઈ જશે. લગ્ન જીવન વધુ મજબૂત બનશે.

સિંહ

4/5
image

સિંહ રાશિના જાતકો માટે આ પરિવર્તન શુભ પરિણામ લાવી રહ્યું છે. તમારા અટવાયેલા કામ થશે. તમે ઘર કે વાહન પણ ખરીદી શકો છો. 

ડિસ્ક્લેમર

5/5
image

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)