Shoes Astrology: બીજાના બૂટ-ચંપલ બહેરવાનું બંધ કરી દેજો, નહીંતર સત્યાનાશ વાળી દેશે શનિ દેવ
Wearing Someone Else Shoes Astrology: હિંદુ ધર્મમાં જ્યોતિષને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષમાં માનવામાં આવે છે કે ઘરની દરેક વસ્તુમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવામાં ઘણા વ્યક્તિઓ પોતાની રૂટીન લાઇફમાં કેટલીક ભૂલો કરે છે. જે તેના માટે મુસિબતનું કારણ બની જાય છે. જ્યોતિષનું માનીએ તો જો તમે પણ આ ભૂલોથી બચો છો, તો તમારી જીંદગીમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવશે. તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક લોકો બીજાની ચંપલ પહેરી લે છે પરંતુ આમ કરવું યોગ્ય છે કે નહી ચાલો જણાવીએ.
દ્રરિદ્રતા આવશે
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો બીજાના બૂટ કે ચંપલ પહેરે છે, તેનાથી તેમના ઘરમાં દ્રરિદ્રતા આવે છે અને જીંદગીમાં ઘણા પ્રકારના સંઘર્ષ વધી જાય છે.
દુર્ભાગ્ય વધે છે
જેઓ બીજાના ચંપલ પહેરે છે તેઓનું દુર્ભાગ્ય વધે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ ક્યારેય બીજાના ચપ્પલ ન પહેરવા જોઈએ. જો તમે કોઈ બીજાના બૂટ કે ચંપલ પહેરો છો તો તેનાથી તમારી દુર્ભાગ્ય વધે છે અને નસીબ પણ તમારો સાથ નથી આપતું.
ગ્રહોની દશા પર ખરાબ અસર
જો તમે કોઇ બીજા વ્યક્તિના ચંપલ કે બૂટ પહેરો છો તો તેનાથી તમારા ગ્રહોની દશા પર ખરાબ અસર પડે છે અને ગ્રહ દોષ લાગે છે. જીંદગીમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે.
સુખ શાંતિ મળતી નથી
જે લોકો બીજાના બૂટ અને ચંપલ પહેરે છે તેમના જીવનમાં ઘણી વાર પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેમના ઘરમાં ક્યારેય શાંતિ અને ખુશી નથી આવતી.
શનિદેવનો પ્રકોપ
દરેક વ્યક્તિના ચરણોમાં શનિનો વાસ હોય છે. એવામાં જે લોકો બીજાના બૂટ કે ચંપલ પહેરે છે, તેમને શનિ દેવનો ગુસ્સો સહન કરવો પડે છે.
સારો સમય પૂરો થયો
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે જે લોકો બીજા લોકોના જૂતા અને ચંપલનો ઉપયોગ કરે છે, તેમનો ખરાબ સમય શરૂ થઈ જાય છે અને સારા દિવસોનું ઉંધી ગણતરી શરૂ થઇ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos