IND-PAK મેચ પહેલાં શુભમન ગિલને મળી ખુશખબરી, ICC એ આપ્યું મોટું એલાન

Shubman Gill Update: ICC એ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) ને લઈને મોટી જાહેરાત કરી છે. ગિલ ODI વર્લ્ડ કપ-2023માં હજુ સુધી એક પણ મેચ રમી શક્યો નથી. આ વૈશ્વિક ક્રિકેટ ટૂર્નામેન્ટ વચ્ચે ICCએ એક મોટી જાહેરાત કરી છે.

ગિલ માટે સારા સમાચાર

1/6
image

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા શુભમન ગિલને લઈને મોટા સમાચાર છે. ગિલ હજુ સુધી વનડે વર્લ્ડ કપમાં એકપણ મેચ રમી શક્યો નથી. ડેન્ગ્યુના કારણે તે ટીમની બહાર રહ્યો હતો.

સિરાજ અને મલાનને પાછળ છોડી દીધા

2/6
image

ICCએ શુભમન ગિલને સપ્ટેમ્બર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કર્યો છે. તેના સિવાય ભારતના યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઈંગ્લેન્ડના ડેવિડ મલાનને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.

દમદાર પ્રદર્શનનું ઇનામ

3/6
image

ICCએ કહ્યું છે કે ભારતનો ઉભરતો સ્ટાર શુભમન ગિલ વર્લ્ડ કપ પહેલા અનેક ODI મેચોમાં તેના જોરદાર પ્રદર્શન બાદ સપ્ટેમ્બર 2023 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ છે.

એશિયા કપમાં 75ની એવરેજ

4/6
image

શુભમન ગિલે સપ્ટેમ્બરમાં ODIમાં લગભગ 80ની એવરેજથી 480 રન બનાવ્યા હતા. આ ભારતીય બેટ્સમેને એશિયા કપ (2023)માં 75.5ની એવરેજથી 302 રન ઉમેર્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને એશિયા કપ જીત્યો હતો.

AUS સામે પણ તાકાત બતાવી

5/6
image

ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પણ શુભમનનું શાનદાર ફોર્મ ચાલુ રહ્યું. તેણે ઓસ્ટ્રેલિયા સામે 2 ઇનિંગ્સમાં 178 રન બનાવ્યા હતા. તે સપ્ટેમ્બરમાં 8 ઇનિંગ્સમાં માત્ર 2 વખત 50થી ઓછા રનમાં આઉટ થયો હતો.

ICC રેન્કિંગમાં નંબર-2

6/6
image

24 વર્ષીય શુભમન ગિલ અત્યાર સુધીમાં 35 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે અને તેણે 66.1ની એવરેજ અને 102.84ની સ્ટ્રાઈક રેટથી 1917 રન બનાવ્યા છે. હાલમાં તે ICC ODI રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પછી નંબર-2 પર છે.