કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાશી આ જાતકોને મળશે અપાર સફળતા, ધન-સંપત્તિમાં થશે વધારો

Kendra Trikon Rajyog: શુક્ર ગ્રહ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય-સમય પર પોતાની ઉચ્ચ અને સ્વરાશિમાં ગોચર કરી શુભ અને રાજયોગ બનાવે છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે 18 સપ્ટેમ્બરે શુક્ર ગ્રહ પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. તો આ રાજયોગનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે, જેને આ સમયે આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ...  

તુલા રાશિ

2/5
image

તમારા માટે કેન્દ્ર ત્રિકોણ અને માલવ્ય રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તો નોકરીમાં કામની સારી તક આવશે અને તમારા અટવાયેલા પૈસા મળી શકે છે. આ દરમિયાન પરીણિત લોકોનું લગ્ન જીવન સુખમય રહેશે. સાથે જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. આ સમયે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 

મકર રાશિ

3/5
image

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને માલવ્ય રાજયોગનું બનવું મકર રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહી શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી કરિયર અને કારોબાર ભાવ પર ગોચર કરી રહ્યાં છે. આ દરમિયાન તમારી આવક વધશે અને નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. તમે નાણાની બચત કરશો અને બિઝનેસમાં ખુબ લાભ થશે. બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે. આ દરમિયાન વેપારીઓને સારો લાભ થશે. આ સમયે નોકરી કરનાર જાતકોનું ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે.   

કુંભ રાશિ

4/5
image

તમારા લોકો માટે કેન્દ્ર ત્રિકોણ અને માલવ્ય રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર ગોચર કરવા જઈ રહ્યાં છે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ દરમિયાન નોકરી અને કારોબારમાં સફળતા મળશે અને પૈસા આવવાથી તમારી ઘણી યોજનાઓ પૂર્ણ થશે. તમારી આવકમાં વધારો થશે. આ દરમિયાન ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. કરિયરમાં પણ પ્રગતિ સાથે પગાર વધી શકે છે. તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.