Raju Srivastav લઈને Sidharth Shukla સુધી, નાની ઉંમરમાં દુનિયા છોડી જતા રહ્યાં Bigg Boss ના આ સિતારા

Bigg Boss Contestants who Died Early: છેલ્લા કેટલાક સમયમાં શોબિઝના એવા ઘણા સિતારા છે જેનું નિધન નાની ઉંમરમાં થઈ ગયું, જેમાં કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નામ પણ સામેલ છે. અમે તમને પાંચ એવા સિતારા વિશે જણાવી રહ્યાં છીએ, જે નાની ઉંમરમાં દુનિયા છોડીને જતા રહ્યાં અને અજીબ વાત છે કે આ પાંચ સિતારા સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા રિયાલિટી શો બિગ બોસનો ભાગ રહી ચુક્યા છે. 

1/5
image

રાજૂ શ્રીવાસ્તઃ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ, રાજૂ શ્રીવાસ્તવનું આજે 21 સપ્ટેમ્બર 2022ના નિધન થયું હતું. કાર્ડિએક અરેસ્ટને કારણે બેભાન રાજૂ વેન્ટિલેટર પર હતા. નોંધનીય છે કે રાજૂ શ્રીવાસ્તવ બિગ બોસ 3માં જોવા મળ્યા હતા. 

2/5
image

સોનાલી ફોગાટઃ અભિનેત્રી સોનાલી ફોગાટ, એક રાજનેતા પણ હતી, પોતાના ટિકટોક વીડિયો માટે તે જાણીતી હતી. 22 ઓગસ્ટ 2022ના દિવસે તેણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. સોનાલી બિગ બોસ 14માં વાઇલ્ડ કાર્ટ એન્ટ્રી કરીને આવી હતી. 

3/5
image

સ્વામી ઓમઃ સ્વામી ઓમ બિગ બોસ 10માં જોવા મળ્યા હતા અને કહેવામાં આવે છે કે બિગ બોસના ઈતિહાસમાં સ્વામી સૌથી કોન્ટ્રોવર્શિયલ કન્ટેસ્ટેન્ટમાંથી એક છે. પાછલા વર્ષે કોવિડને કારણે તેમનું નિધન થયું હતું. 

4/5
image

પ્રત્યૂષા બેનર્જીઃ બાલિકા વધૂ સીરિયલમાં આનંદીનું પાત્ર નિભાવી ચુકેલી પ્રત્યૂષાએ 2016માં આપઘાત કરી દુનિયા છોડી દીધી હતી. પ્રત્યૂષા બેનર્જી બિગ બોસ 7માં જોવા મળી હતી. 

5/5
image

સિદ્ધાર્થ શુક્લાઃ વર્ષ 2021માં હાર્ટ એટેકને કારણે સિદ્ધાર્થ શુકલાનું નિધન થયું હતું. સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ 13નો વિનર રહી ચુક્યો છે. સિદ્ધાર્થના મોતના સમાચારથી દેશ આઘાતમાં સરી પડ્યો હતો. સિદ્ધાર્થ શુક્લા એક લોકપ્રિય એક્ટર હતો અને તેના ચાહકો મોટી સંખ્યામાં હતા.