ટીવી પર આ 6 અભિનેત્રીઓએ ભજવી દ્રૌપદીની ભૂમિકા, જાણો કોણ રહી 'હિટ' તો કોણ 'ફ્લોપ'


નાના પડદા પર ઘણી અભિનેત્રીઓએ દ્રૌપદીની ભૂમિકા કરી છે. જોઈએ ટીવી પર દ્રૌપદીના રોલમાં કઈ અભિનેત્રીને દર્શકોએ કેટલી પસંદ કરી છે. 
 

નવી દિલ્હીઃ લોકપ્રિય સીરિયલ મહાભારત ' (Mahabharat)માં દ્રૌપદી (Draupadi)ની ભૂમિકાએ હંમેશા દર્શકોને વિચારવા પર મજબૂર કર્યાં છે. ટીવી પર આ સીરિયલને ઘણીવાર દેખાડવામાં આવી છે. દર વખતે દ્રૌપદીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીઓએ દર્શકો પર અલગ છાપ છોડી છે. વર્ષ 1988માં મહાભારને પ્રથમવાર દેખાડવામાં આવ્યું હતું. નાના પડદા પર ઘણી અભિનેત્રીઓએ દ્રૌપદીની ભૂમિકા ભજવી છે. જુઓ ટીવી પર દ્રૌપદીના રોલમાં કઈ અભિનેત્રીને દર્શકોએ વધુ પસંદ કરી.
 

પૂજા શર્માએ પણ ભજવી દ્રૌપદીની ભૂમિકા

1/6
image

વર્ષ 2013માં સ્ટાર પ્લસ પર પ્રસારિત મહાભારત સીરિયલમાં અભિનેત્રી પૂજા શર્મા દ્રૌપદી બની હતી. તેમાં તેના અભિનયની ખુબ પ્રશંસા થઈ અને સીરિયલને પણ દર્શકોએ પસંદ કરી હતી. ફોટો સાભારઃ તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે. 

રૂપા ગાંગુલી છે ટીવીની પ્રથમ દ્રૌપદી

2/6
image

વર્ષ 1988માં મહાભારત પ્રથમવાર દેખાડવામાં આવ્યું હતું. પ્રથમવાર સીરિયલમાં દ્રૌપદીની ભૂમિકા રૂપા ગાંગુલીએ નિભાવી હતી. 

'શ્રીકૃષ્ણા'માં ફાલ્ગુની પારિખે દ્રૌપદીની ભૂમિકા ભજવી

3/6
image

સીરિયલ 'શ્રીકૃષ્ણા' 1993માં પ્રસારિત થઈ હતી. તેમાં અભિનેત્રી ફાલ્ગુની પારિખે દ્રૌપદીનો રોલ કર્યો હતો. ફાલ્ગુનીને પણ દર્શકોએ પસંદ કરી હતી. 

મોડર્નના લુકમાં જોવા મળી હતી અનીતા હસનંદાની

4/6
image

વર્ષ 2008માં એકતા કપૂરની સીરિયલ 'કહાનીયાં હમારે મહાભારત કી'માં અનીતા હસનંદાની દ્રૌપદીની ભૂમિકામાં જોવા મળી હતી. તેમાં દ્રૌપદીનું મોડર્ન લુક જોવા મળ્યો હતો.

'એક ઔર મહાભારત'માં અશ્વિની કાલસેકર બની હતી દ્રૌપદી

5/6
image

વર્ષ 1997માં સીરિયલ 'એક ઔર મહાભારત'નું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમાં અશ્વિની કાલસેકરે દ્રૌપદીની ભૂમિકા ભજવી. આ શો દર્શકોને વધુ પસંદ ન આવ્યો. 

સીરિયલ દ્રૌપદીમાં મૃણાલ કુલકર્ણીએ ભૂમિકા ભજવી

6/6
image

2001માં પ્રસારિત સિરીયલ દ્રૌપદીમાં નાના પડદાની જાણીતી અભિનત્રી મૃણાલ કુલકર્ણીએ મુખ્ય ભૂમિકા ભજવી. મૃણાલ ઘણી ટીવી સીરિયલોમાં જોવા મળી ચુકી છે.