Wah Life Ho To Aisi: આ છે દુનિયાના સૌથી ફેશનેબલ કબૂતર, તેમની રોયલ લાઈફ પર થયા છે લાખોનો ખર્ચ

કેટલાક લોકો તેમના પાલતુ પ્રાણીઓ (Pets) પાછળ પાગલ હોય છે. તેમને સારી સુવિધાઓ, ખોરાક આપે છે. તેઓ તેમના પર ખુબ જ પ્રેમ વરસાવે છે. લિંકનશાયર (Lincolnshire) માં રહેતી એક છોકરી મેગી જોહ્ન્સન (Meggy Johnson) પણ તેમાંથી એક છે. તે તેના 2 કબૂતરો (Pigeons) પર દર મહિને 30 હજારથી 40 હજાર રૂપિયા ખર્ચ કરે છે. એટલું જ નહીં, તેના કબૂતર પણ ખૂબ ફેશનેબલ છે. તેમનું વોર્ડરોબ જોઈને કોઈ પણ તેમના પર તેના કપડા જોઈને કોઈ પણ તેમના પર ઈર્ષા કરી શકે છે.

વૈભવી લાઈફ જીવે છે કબૂતર

1/5
image

મેગી જોહ્ન્સન (Meggy Johnson) પ્રાણીઓ અને પક્ષીઓને ખૂબ પ્રેમ કરે છે. તેને થોડા સમય પહેલા 2 ઘાયલ કબૂતરો મળ્યા હતા. તે તેને ઘરે લઈ આવી અને તેની ખૂબ કાળજી લીધી. બાદમાં તેણે તેમનું નામ સ્કાય (Sky) અને મૂસ (Moose) રાખ્યું. તે બંને માટે ડિઝાઇનર ડ્રેસ બનાવે છે અને તેમના પર હજારો રૂપિયા ખર્ચ કરે છે.

અત્યાર સુધી ખર્ચ્યા લાખો રૂપિયા

2/5
image

મેગી આ કબૂતરોની ખરીદી, ખોરાક અને અન્ય સુવિધાઓ પર દર મહિને લગભગ 40 હજાર રૂપિયા ખર્ચ કરે છે. તેના કપડામાં સારું કલેક્શન છે. જેમાં કબૂતરોના સુંદર ડિઝાઇનર ડ્રેસ છે. તેણે અત્યાર સુધીમાં આ કબૂતરો પર લાખો રૂપિયા ખર્ચ્યા છે.

દરરોજ લઈ જાય છે ફરવા

3/5
image

મેટ્રો યુકેના એક રિપોર્ટ અનુસાર, 23 વર્ષીય મેગી કબૂતરોની સંભાળ અંગે ખૂબ જ સાવધ છે. તે તેમના આરામની સંપૂર્ણ કાળજી લે છે. તેણી તેમને નિયમિત ધોરણે ફરવા પણ લઈ જાય છે.

કબૂતર પાસે અલગ બેડરૂમ

4/5
image

તમને સાંભળીને નવાઈ લાગશે કે મેગીએ આ કબૂતરો માટે અલગ બેડરૂમ પણ બનાવ્યો છે. તેમના માટે સોફ્ટ રમકડાં છે જેથી કબૂતરો તેમની સાથે રમી શકે.

ઘાયલ હાલતમાં જમીન પર પડેલા મળી આવ્યો હતા

5/5
image

મેગીને આ બે કબૂતરો ઘાયલ હાલતમાં ક્યાંક પડેલા મળ્યા હતા. ત્યારથી તેણે તેમની ખૂબ કાળજી લીધી. તેમને ઘણા અઠવાડિયા સુધી ટ્યુબની મદદથી ખાવાનું ખવડાવ્યું. આમાંથી મૂસ નામના કબૂતરને માત્ર એક જ આંખ છે. મેગી કહે છે કે આવી પરિસ્થિતિમાં તેના માટે બહાર ઉડવું સલામત નથી. મેગી પાસે પણ આ જ રીતે બચાવેલ એક કૂતરો પણ છે. (તમામ ફોટો: મેટ્રો યૂકે)