ગરમીમાં વધારે આવી રહ્યું છે વીજળીનું બિલ! આ સ્માર્ટ ટિપ્સ અપનાવી મેળવી શકો છો ફાયદો

Smart Tips to Reduce Electricity Bill: ગરમીમાં લગભગ બધા ઘરોમાં ઘરને ઠંડુ રાખવા માટે કૂલર અને એસીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેના કારણે વીજળીનું બિલ વધારે આવે છે. જો તમે પણ વધારે આવતા લાઇટબિલથી પરેશાન છો તો ચિંતા ન કરો. આજે અમે તમને કેટલીક એવી સ્માર્ટ ટિપ્સ જણાવીએ છીએ, જેને અપનાવી તમે લાઇટ બિલ ઘટાડી શકો છો. આવો તેના વિશે જાણીએ...

5-star BEE રેટિંગ ઈલેક્ટ્રિક પ્રોડક્ટ ખરીદો

1/5
image

ગરમીના સમયમાં વીજળી ઓછી કરવા માટે પંખા, એસી કે કોઈ અન્ય ઈલેક્ટ્રિક સામાન ખરીદવા સમયે BEE રેટિંગ જરૂર જુઓ. 5 સ્ટારવાળી રેટિંગ સૌથી વધુ બચત કરાવે છે. 5 સ્ટાર ઈલેક્ટ્રિક સાધનો ઓછો વીજળી વપરાશ કરે છે.   

BLDC પંખા લગાવો

2/5
image

બીએલડીસી પંખા ઓછી વીજળી ઉપયોગ કરે છે. તે નોર્મલ પંખાથી 60 ટકા સુધી વીજળી બચાવી શકે છે. સાથે તેમાં રિમોટ, ટાઇમર અને વોઈસ આસિસ્ટન્સ જેવી સુવિધાઓ મળે છે, જે તેના ઉપયોગને સરળ બનાવે છે. વીજળી બચાવવા  માટે આ ઉપયોગી છે.

સોલર એનર્જીનો ઉપયોગ કરો

3/5
image

જો તમે ઘરમાં સંપૂર્ણ સોલર ઉર્જાનો ઉપયોગ ભલે ન કરો, પરંતુ બાલકનીમાં કે ગાર્ડનમાં તમે સોલર લાઇટ અને પંખા લગાવી સકો છો. તે ઓછા ખર્ચમાં વધુ ફાયદો આપે છે. 

એર કંડીશનનો યોગ્ય ઉપયોગ કરો

4/5
image

ગરમીમાં રૂમને ઠંડો રાખવા માટે એર કંડીશનરનો યોગ્ય ઉપયોગ કરો. એસીનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર રાખો. સાથે ટાઇમરનો ઉપયોગ કરો અને 5 સ્ટાર રેટિંગ એસીનો ઉપયોગ કરો.

સ્માર્ટ મીટર લગાવો

5/5
image

ઘરમાં તમે સ્માર્ટ મીટર લગાવી શકો છો. તે રિયલ-ટાઇમ જણાવે છે કે તમે કેટલી વીજળી વાપરી રહ્યાં છો. જેથી તમે વીજળીની બરબાદી રોકી શકો છો. સાથે ઓછી વીજળી વાપરતી LED લાઇટ્સનો ઉપયોગ કરો.