2025ની શરૂઆતમાં નજીક આવશે સૂર્ય અને શનિ, આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, અપાર પૈસા, પદ-પ્રતિષ્ઠા મળશે

Surya and Shani Conjunction 2025: વૈદિક પંચાગ અનુસાર કુંભ રાશિમાં સૂર્ય અને શનિ દેવની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.

શનિ-સૂર્ય

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષ 2025ની શરૂઆતમાં સૂર્ય ગ્રહની શનિ દેવની સાથે યુતિ બનશે. આ બંને ગ્રહોની યુતિ કુંભ રાશિમાં બનશે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળશે. જ્યોતિષ અનુસાર આ બંને ગ્રહોમાં શત્રુતાનો ભાવ છે. પરંતુ કેટલાક જાતકોને આ યુતિથી લાભ થશે. આ જાતકો માટે આકસ્મિક ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.  

સિંહ રાશિ

2/5
image

તમારા માટે શનિ અને સૂર્યની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવે તમારી રાશિથી સપ્તમ ભાવ પર સંચરણ કરી શશ રાજયોગ બનાવ્યો છે. સાથે સૂર્ય દેવ તમારી રાશિના સ્વામી છે. તેથી આ દરમિયાન કામ-ધંધામાં તમારી પ્રગતિ થઈ શકે છે. સાથે તમારી આવકમાં વધારો થશે. આવકના નવા માધ્યમ બનશે. વેપારીઓ માટે યાત્રા લાભદાયક રહેશે, જેનાથી નવી વ્યાવસાયિક તક પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. તો પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. સાથે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.  

મેષ રાશિ

3/5
image

શનિ અને સૂર્યનો સંયોગ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બની રહ્યો છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત બની શકે છે. તો રોકાણથી તમને સારૂ રિટર્ન મળી શકે છે. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. સાથે જે લોકો આયાત-નિકાસના ધંધામાં છે તેને લાભ થઈ શકે છે. આ દરમિયાન તમને શેર બજાર, સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે છે. 

વૃષભ રાશિ

4/5
image

તમારા લોકો માટે શનિ અને સૂર્યનો સંયોગ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન કામ-ધંધામાં તમારી પ્રગતિ થશે. નોકરીમાં પગાર વધારા સાથે પ્રમોશનનો યોગ બનશે. બોસ અને અધિકારી તમારાથી પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. આ દરમિયાન વેપારીઓને સારો લાભ થઈ શકે છે. તમારા કારોબારનો વિસ્તાર થઈ શકે છે. આ દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.