ગ્રહોના રાજા સૂર્ય કરશે પોતાના મિત્ર ગુરૂની રાશિમાં પ્રવેશ, 3 જાતકોનું પલ્ટી જશે ભાગ્ય

Surya Gochar: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. જેનાથી ત્રણ જાતકો માટે પ્રગતિ અને ધનલાભનો યોગ બની રહ્યો છે. 

સૂર્ય ગોચર

1/5
image

Sun Transit in Pisces: વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. તો સૂર્ય દેવ સિંહ રાશિના સ્વામી છે. સાથે સૂર્ય દેવ એક રાશિમાંથી બીજી રાશિમાં લગભગ 1 મહિના બાદ પ્રવેશ કરે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય દેવ માર્ચની શરૂઆતમાં પોતાના મિત્રની રાશિ મીનમાં પ્રવેશ કરવાના છે. જેનો પ્રભાવ દરેક જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિ એવી છે, જેને સૂર્ય દેવના આશીર્વાદ મળશે. આ સાથે તેનું ભાગ્ય ચમકી શકે છે. આવો જાણીએ આ લકી રાશિઓ કઈ છે. 

મિથુન રાશિ

2/5
image

મિથુન રાશિના જાતકોને સૂર્ય દેવનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિના કર્મ ભાવમાં ગોચર કરી રહ્યાં છે. તેથી તમને આ સમયે કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં પ્રભાવ પ્રતિષ્ઠાનો લાભ મળશે. નોકરીમાં અધિકારી વર્ગ તમને પ્રોત્સાહન આપી શકે છે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેને આ સમયમાં સારી સફળતા મળી શકે છે. એટલે કે તેને કોઈ પદની પ્રાપ્તિ થઈ શકે છે. જે વેપારી વર્ગ છે તેને આ સમયમાં ધનલાભ થઈ શકે છે. નવા કામની શરૂઆત માટે આ સમય સારો છે.   

કર્ક રાશિ

3/5
image

સૂર્ય દેવનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના નવમ ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમારો ભાગ્યોદય થઈ શકે છે. સાથે તમારી યોજનાઓ સફળ થઈ શકે છે. આ દરમિયાન તમે કામના સંબંધમાં યાત્રા કરી શકો છો, જે શુભ સાબિત થશે. તમને આ દરમિયાન કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. 

ધન રાશિ

4/5
image

ધન રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર શુભ સાબિત થશે. કારણ કે સૂર્ય તમારી રાશિના ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી તમને આ દરમિયાન વાહન અને સંપત્તિનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. સાથે કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે. તમને સંપત્તિ દ્વારા પણ લાભ થઈ શકે છે. આ દરમિયાન તમને માતાનો સહયોગ પ્રાપ્ત થશે. 

5/5
image