OMG! વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાંથી ડોક્ટરોએ કાઢ્યો 59 ફૂટ લાંબો કીડો, PHOTOS જોઈને ચક્કર આવી જશે

લાકોની મહેનત બાદ તેમાં સફળતા મળી. 

થાઈલેન્ડના નોંગખાઈ પ્રાંતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ડોક્ટરોએ 67 વર્ષના વ્યક્તિના શરીરમાં છૂપાઈ બેઠેલો 59 ફૂટ લાંબો કીડો બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આ કાઢવામાં ડોક્ટરોનો દમ નીકળી ગયો. કલાકોની મહેનત બાદ તેમાં સફળતા મળી. 

પેટ દર્દ અને પેટ ફૂલી જવાની ફરિયાદ

1/5
image

ધ સનના રિપોર્ટ મુજબ આ વ્યક્તિને ઘણા સમયથી પેટમાં દુખાવા અને પેટ ફૂલી જવાની ફરિયાદ હતી. જ્યારે વ્યક્તિએ હોસ્પિટલમાં જઈને પોતાનું ચેકઅપ કરાવ્યું તો તેનો રિપોર્ટ જે આવ્યો બધા ચોંકી ગયા. 

પ્રાઈવેટ પાર્ટમાંથી મળ્યો કીડો

2/5
image

પેરાસિટિક ડિસિઝ રિસર્ચ સેન્ટરના ડોક્ટરોએ જણાવ્યું કે આ કીડો વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાંથી મળ્યો. જેની લંબાઈ 18 મીટરથી વધુ છે. ત્યારબાદ આ વ્યક્તિને તરત જ તે કાઢવાની શીખામણ અપાઈ અને વ્યક્તિ તે માટે તૈયાર થઈ ગયો. 

કીડો કાઢવામાં કલાકોનો સમય

3/5
image

આ કીડાને કાઢવા માટે પહેલા દર્દીને દવા આપવામાં આવી. ત્યારબાદ તેને પાછળના રસ્તે બહાર કાઢવામાં આવ્યો. ડોક્ટરોએ જણાવ્યું કે અમને આ કીડો કાઢવામાં ખુબ સમય લાગ્યો કારણ કે તે વધારે પડતો લાંબો હતો. હાલ દર્દીની હાલત સ્થિર છે અને તેને સારા ખાનપાનની પણ સલાહ આપવામાં આવી છે. 

30 વર્ષ સુધી જીવતો રહી શકે છે આ કીડો

4/5
image

મીડિયા રિપોર્ટ મુજબ આ કીડો કાચું માંસ ખાવાના કારણે વ્યક્તિના પેટ સુધી પહોંચ્યો. આ કીડાની લાઈફ ખુબ વધારે હોય છે. આવા કીડા 30થી વધુ વર્ષ સુધી મનુષ્યના શરીરમાં રહી શકે છે. 

દવાથી ઓછી થઈ શકે છે લાઈફ

5/5
image

જો કે હાલના સમયમાં આ કીડાને ખતમ કરવા માટે દવાઓ માર્કેટમાં આવી ચૂકી છે. જેનાથી લાંબા સમય સુધી આ કીડા જીવતા રહી શકતા નથી. (તસવીરો-સાભાર ફોટો ફ્રેસ)