આ છે ગુજરાતની સૌથી મોંઘી ઘારી, ખાસિયત જાણી ચોંકી જશો! એક પીસ ઘારીની કિંમત છે અધધ...

ચેતન પટેલ/સુરત: 'સુરતનું જમણ અને કાશીનું મરણ', આ કહેવત મુજબ સુરત ખાણી-પીણી માટે વખણાય છે. સુરતમાં ચંદી પડવા પર ઘારી ખાવાની પ્રથા છે. ચંદી પડવાના તહેવાર પર સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી ઝાપટી જશે. 

1/4
image

આ વર્ષે ગોલ્ડ ઘારીની ડિમાન્ડમાં વધારો થયો છે. ગોલ્ડ ઘારીની એક નંગની કિંમત 1100 રૂપિયા અને એક કિલો ગોલ્ડ ધારીનો ભાવ 11 હજાર રૂપિયા છે.  

2/4
image

ગોલ્ડન ઘારી બનાવવા માટે સોનાનું વરખ ચડાવવમાં આવે છે. સોનાનું વરખ આરોગી શકાતું હોવાથી ગોલ્ડન ઘારી લોકો ખરીદી રહ્યા છે. જ્યારે સામાન્ય ઘારીનો એક કિલોનો ભાવ 800થી 900 રૂપિયા છે. છેલ્લા ત્રણ વર્ષના ઘારીના વેચાણના આંકડાની વાત કરીયે તો 100 ટનથી વધુ ઘારીનું વેચાણ થયું છે.

3/4
image

તો ઘારીના વિક્રેતા પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ચંદી પડવા પહેલા ઘારીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. ઘારીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે.   

4/4
image

મહત્વની વાત એ છે કે લોકો ઘારી આરોગી લેશે પછી સેમ્પલનો રિપોર્ટ આવશે. એટલે કહી શકાય કે તંત્ર દર વર્ષે તપાસના નામે માત્ર નાટક કરે છે કેમ કે ગયા વર્ષે લેવાયેલા સેમ્પલ ફેલ ગયા હતા. લોકોએ ઘારી આરોગી લીધા પછી જ સેમ્પલનો રિપોર્ટો આવ્યો હતો.