Most Expensive Alcohol: આ છે દુનિયાનો સૌથી મોંઘો દારૂ, કરોડો રૂપિયામાં વેચાય છે એક બોટલ દારૂ!

Most Expensive Liquor in The World:  આમ તો દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અને ગુજરાતમાં દારૂ પીવાને ગંભીર ગુનો પણ માનવામાં આવે છે. પરંતુ દુનિયામાં દારૂની એવી અનેક બ્રાન્ડ છે જેની કિંમત સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જાય. એક બોટલની કિંમત સોનાથી પણ મોંઘી છે.

નવી દિલ્હીઃ વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો દારૂ(Alcohol)નું સેવન કરે છે. આજકાલ દારૂ પીવો એ સ્ટેટસ સિમ્બોલ(Status Symbol) બની ગયું છે. મોટા દિગ્ગજો તેમના ઘરના મહેમાનોની સામે સૌથી મોંઘો દારૂ પીરસે છે. જેથી તેમનો સામાજિક દબદબો વધે. તો આજે અમે તમને દુનિયાના 5 સૌથી મોંઘા દારૂ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે.

ટકીલા લે.925 (Tequila Ley .925)

1/5
image

  સૌથી મોંઘા દારૂની યાદીમાં પહેલા નંબર પર ટકીલા લે. 925(Tequila Ley .925) આવે છે. ટકીલા લે. 925 દારૂની બોટલમાં 6400 હીરા જડેલા છે. આ વાઇન મેક્સિકોમાં લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી 6400 હીરા જડેલી આ દારૂની બોટલ કોઈએ ખરીદી નથી.

દિવા વોડકા (Diva Vodka)

2/5
image

 

સૌથી મોંઘા લીસ્ટમાં દિવા વોડકા બીજા નંબરે આવે છે. આ વાઈનની દરેક બોટલની મધ્યમાં એક અલગ પ્રકારનો ઘાટ હોય છે. જેમાં સ્વારોવસ્કી ક્રિસ્ટલ(Swarovski Crystals) રાખવામાં આવે છે. જેને પીણાને સુશોભિત કરવા માટે વપરાય છે. આ બોટલની કિંમત 7 કરોડ 30 લાખ રૂપિયા છે. એક બોટલની કિંમતમાં 15 કિલો સોનું આવે શકે છે.

અમ્માન્ડ ડી બ્રિગ્નાક મેડાસ (Amanda De Brignac Midas)

3/5
image

આ વાઈનનું નામ છે અમાન્ડા ડી બ્રિગનેક મિડાસ(Amanda De Brignac Midas). તે વિશ્વની સૌથી મોંઘી શેમ્પેન(Champagne) માનવામાં આવે છે. આ શેમ્પેનની બોટલની સાઈઝ ઘણી મોટી છે. આ શેમ્પેનની કિંમત 1 કરોડ 40 લાખ રૂપિયાથી વધુ છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.

ડાલમોર 62 (dalmore 62)

4/5
image

ડાલમોર 62 વિશ્વની સૌથી મોંઘી વ્હિસ્કી માનવામાં આવે છે. તે એટલી મોંઘી છે કે અત્યાર સુધી તેની માત્ર 12 બોટલ જ બની છે. આ વ્હિસ્કીની એક બોટલની કિંમત 1 કરોડ 50 લાખ રૂપિયાથી વધુ છે.

પેનફોલ્ડ્સ એમ્પૌલ (penfolds ampoule)

5/5
image

પેનફોલ્ડ્સ એમ્પૌલ સૌથી મોંઘી રેડ વાઇન (Red Wine) છે. જેની બોટલનો આકાર પેન શેપ જેવો હોય છે. આ વાઈનની એક બોટલની કિંમત લગભગ 1 કરોડ 20 લાખ રૂપિયા છે.