Health Tips: ફૂલ કરતા પણ વધારે હોય છે કાંટાળા બાવળના ફાયદા, જલદી જાણી લો તો ફાયદામાં રહેશો

બાવળ આમ તો કાંટાળા વૃક્ષ ગણવામાં આવે છે.પરંતુ વણ વાવી આ ઓષધિથી ભરપૂર હોય છે. ગમે તેવા વાતાવણમાં ફીટ થનાર બાવળ પણ અસંખ્ય રોગો મટાડનાર છે અને અક્સીર ઈલાજ કરે છે. 

નરેશ ધારાણી, અમદાવાદઃ કોઈ ગાંડા બાવળ કહે તો કોઈ દેશી બાવળ કહે. કોઈ ઢોરને ખવડાવા સીંગોનો ઉપયોગ કરે છે તો કોઈ સીંગોનો પાવડર બનાવી દેશી ઉપચાર કરે છે.બાળવમાં ૩૨થી વધારે રોગ મટાડવાની શક્તિ છે.પરંતુ તેના ઉપયોગ વિશેની સાચી માહિતી હોવી જરૂરી છે. ગરમીની ઋતુમાં બાવળ પર પીળા રંગના ફૂલ ગોળાકાર ગુચ્છામાં આવે છે. જ્યારે શીયાળાની ઋતુમાં સીંગો ઉગે છે. બાવળના ઝાડ મોટા અને ઘાંટા હોય છે. તેનું લાકડું ઘણું મજબુત હોય છે.

કાંટાવાળું ઝાડ ગણાતું બાવળ પહેલાઆફ્રિકાના મહાદ્વીપ અને ભારતીય ઉપમ્હાદીપમાં જોવા મળતા હતા.પરંતુ આજે મોટા ભાગના વિસ્તારોમાં આ વૃક્ષો જોવા મળે છે.બાવળની સીંગોના જોરદાર ફાયદા જે તમે સપનામાં પણ ક્યારેય નહિ વિચાર્યા હોય.બાવળ ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડ્યે જાતે જ ઉગી જાય છે. અને જો આ બાવળનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત, તો આજની તારીખમાં એ લોકો તેની પેટન્ટ કરાવીને દવાઓ બનાવતા હોત અને આપણને વેચતા પણ હોત.પરંતુ આજે આપણ ઘરે આંગણે મળતી મફતની ઔષધિના ફાયદા જાણીશું.
 

બાવળનું ગુંદ મળે તો છોડતા નહીં

1/7
image

ઉધરસ માટે બાવળનું ગુંદ અક્સીર ઈલાજ માનવામાં આવે છે.બાવળ પરથી મળતા ગુંદરનો નાનો ટુકડો મોઢામાં મુકી ચુસવાનો હોય છે.જેનાથી ગળામાં રાહત મળશે. સાથે જ ઉધરને પણ ભગાડશે.એ પણ ફ્રીમાં.  

GANGUBAI KATHIYAWADI: 'કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં' જાણો Real Life 'ગંગુબાઈ કાઠિયાવાડી' ની અસલી કહાની

પરસેવાથી પણ રાહત આપશે બાવળના પાંદડાઃ કેટલાક લોકોને શરીર પર વધારે પડતો પરસેવો વળતો હોય છે.તેમના માટે એસી કરતા પણ વધારે ફાયદાકારક છે બાવળના પાંદડા.શરીરમાં વધારે પરસેવો થતો હોય તો બાવળના પાનને પીસીને શરીર પર મસળો. ત્યાર બાદ નાની હરડેનું પીસેલુ ચુર્ણ ભભુતિની જેમ આખા શરીર પર લગાવીને મસળો અને પછી સ્નાન કરો. થોડાક દિવસ સુધી આ પ્રયોગ કરવાથી પરસેવો આવતો બંધ થઈ જશે. Milk price hike: 1 માર્ચથી 100 રૂપિયે પ્રતિ લીટર મળશે દૂધ? જાણો શું છે મામલો 

લોહીનો સ્ત્રાવ પણ થશે ફાયદાકારકઃ બાવળના ગુંદરને ઘી માં શેકીને પીસી લો. ગુંદરની બરાબર માત્રામાં ઘઉં લઈને દળીને ત્રણ વખત ચાળીને શીશીમાં ભરી લો. માસિક ઋતુ સ્ત્રાવ વખતે સવાર-સાંજ એક એક મોટો ચમચો ચુર્ણ તાજા પાણીની સાથે લેવાથી લોહીનો વધારે પડતો સ્ત્રાવ થતો બંધ થઈ જાય છે.

 

વજ્ર જેવા મજબુત બની જશે હાડકાં

2/7
image

બાવળના સીંગોનું ચૂર્ણ એક ચમચીના પ્રમાણમાં સવાર-સાંજ નિયમિત રીતે લેવાથી હાડકા જલ્દી ઠીક થઈ જાય છે.૬ ગ્રામ બાવળને પંચાંગના ચૂર્ણ, મધ અને બકરીના દુધનું મિશ્રણ કરીને પીવાથી ત્રણ દિવસમાં જ તૂટેલું હાડકું જોડાવા લાગે છે.સાથે જ બાવળના બીજને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે લેવાથી અસ્થી ભંગ દુર થઈ જાય છે અને હાડકા વજ્ર જેવા મજબુત થઈ જાય છે.

FIRST INDIAN WOMEN WRESTLER: WWE માં ભારતની 'લેડી ખલી' એ મચાવી ખલબલી, જાણો દેશની પહેલી મહિલા રેસલરની કહાની કાનના રોગો થશે દૂરઃ બાવળના ફૂલને સરસિયાના તેલમાં નાખીને તાપ ઉપર પકવી લો. પકવ્યા બાદ તેલને ઠંડુ થવા દો અને પછી તેલના બે ટીપા કાનમાં નાખવાથી મવાદનું વહેવું બંધ થઈ જશે. Postmortem: કેમ સૂર્યાસ્ત પછી નથી કરવામાં આવતું પોસ્ટમોર્ટમ? કારણ જાણીને ચોંકી જશો દેશી ઉપચારથી દૂર થશે કમર દર્દઃ કમરમાં દુ:ખાવો દૂર કરવા  બાવળની છાલ, સીંગો અને ગુંદર સરખા ભાગે ભેળવીને વાટી લો. એક ચમચીના પ્રમાણમાં દિવસમાં ૩ વખત સેવન કરવાથી કમરના દુ:ખાવામાં આરામ મળશે.તે ઉપરાંત બાવળના ફૂલ અને સજ્જી સરખા ભાગે ભેળવીને ઉગતા સુરજના સમયે 1 ગ્રામના પ્રમાણમાં લેવાથી કમર દર્દમાં આરામ મળશે.

 

પેશાબના ઓવફ્લો પર બ્રેક લાગશે

3/7
image

કેટલાક લોકોને વારંવાર બાથરૂમ જવું પડતું હોય છે.વધારે પડતા પેશાબને રોકવા માટે બાવળના કાચી સીંગોને છાયામાં સુકવીને ઘીમાં બોળી પાવડર બનાવી લો. આ પાવડરનું દરરોજ ૪ ગ્રામનું દૂધ સાથે સેવન કરવું જેનાથી પથારીમાં પેશાબ થવાની સમસ્યાથી છુટકારો મળશે. Happy BirthDay Ahmedabad: કેવી રહી શહેરની 6 સદીની સફર...અમદાવાદ કલ, આજ ઔર કલ... આળસ દૂર કરી ફૂર્લતિલા બનાવશે: શારીરિક શક્તિ વધારવા માટે બાવળની સીંગો ખુબજ અસરકારક ઔષધી માનવામાં આવે છે.બાવળની સીંગોને છાયામાં સુકવી તેમાં સરખા પ્રમાણમાં સાકર ભેળવીને વાટી લેવામાં આવે છે.તેને એક ચમચીના પ્રમાણમાં સવાર-સાંજ નિયમિત રીતે પાણી સાથે લેવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે. સાથે શરીરની તમામ નબળાઈ અને રોગ દૂર ભાગે છે.  

 

નહીં ખાવા પડે ડેન્ટલ હોસ્પિટલના ધક્કા

4/7
image

બાવળની તાજી છાલ ચાવવાથી ઢીલા દાંતને મજબુત કરવા અને પેઢામાંથી નીકલતા લોહીને બંધ કરવામાં મદદ મળે છે.બાવળના પાવડરથી બ્રશ કરવાથી ખરાબ દાંતને સાફ કરી શકાય છે.આ પાવડરને બનાવવા માટે 50 ગ્રામ બાવળના લાકડાના કોલસા, 20 ગ્રામ સેકેલી ફટકડી અને 10 ગ્રામ સિંધા મીઠાનો ઉપયોગમાં કરવામાં આવે છે.  

અટકી જશે ખરતા વાળ

5/7
image

બાવળના પાંદડા વાળના આરોગ્ય માટે ઘણા ફાયદાકારક છે.બાવળના પાંદડાની પેસ્ટ માથા પર લગાવવાથી ખરતા વાળ અટકી શકે છે.પેસ્ટ લગાવ્યા બાદ ૨૫ મિનિટ બાદ સારી ગુણવત્તા વાળા શેમ્પુથી વાળ ધોઈ નાખો. હંમેશા તમારા વાળ ધોવા માટે હુફાળા પાણીનો ઉપયોગ કરો.જેનાથી ખરતા વાળ અટકાવામાં સારા પરિણામ મળશે. New Rules from 1st March: 1 માર્ચથી દેશભરમાં લાગૂ થશે નવા નિયમો, કોરોનાના રસીકરણના આગલાં ચરણની સાથે થશે ઘણાં ફેરફાર તો નહીં રહે શુક્રાણુની ખામીઃ ગરમીના રોગમાં બાવળના પાંદડા ખુબ રાહત આપે છે.બાવળના પાંદડા ચાવ્યા બાદ ગાયનું દૂધ પીવાથી થોડા જ દિવસોમાં ગરમીના રોગમાં રાહત મળશે.સાથે બાવળની કાચી સીંગોનો રસ દૂધ અને સાકર સાથે લેવાથી શુક્રાણુંઓની ખામી દુર થાય છે.

એસીડીટીમાં આપશે આરામ

6/7
image

ઈનો તો અત્યારે આવ્યું પણ પહેલા લોકો બાવળના ઉપયોગથી જ એસીડીટીમાં રાહત મેળવતા હતા.જેમાં બાવળના પાંદડાની રાબ બનાવીને તેમાં ૧ ગ્રામ આંબાનો ગુંદર ભેળવવામાં આવે છે..આ ઔષધીય રાબને સાંજે બનાવવામાં આવે છે અને સવારે પીવામાં આવે છે.આ રાબને સાત દિવસ સુધી સતત સવારે પીવાથી એસીડીટીમાં ઘણો લાભ મળે છે. PHOTOS: નિયાના નવા અંદાજે સોશિયલ મીડિયામાં ગરમી વધારી, ફોટો જોશો તો તમે પણ જોતાં જ રહી જશો કમળાને ભગાડશે બાવળના પાંદડાઃ કમળાના રોગ માટે બાવળના પાંદડા અને સાકરના મિશ્રણને ઝીણું વાટવું પડે છે. આ ચૂર્ણની ૧૦ ગ્રામની ફાંકી રોજ આપવાથી કમળાનો રોગ ફટાફટ ભાગે છે.સાથે બાવળના ફૂલના ચૂર્ણમાં સરખા ભાગે સાકર ભેળવીને 10 ગ્રામ રોજ ખાવાથી પણ કમળાના રોગમાં રાહત મળે છે..  

દેશીબાવળના દાતણની છે બોલબાલા

7/7
image

ગામડાના લોકો આજે પણ ટુથપેસ્ટ કરતા વધુ મહત્વ બાવળના દાતણને જ આપે છે.છે.હજારો વર્ષોથી દાંતને સાફ રાખવા દાંતણનો ઉપયોગ થતો આવ્યો છે.દાતણ દાંતની સફાઈની સાથે પેઢાંમાંથી નિકળતા લોહીને પણ બંધ કરે છે.દાંતણ ચાવવાથી નીકળતા તૂરા રસથી દાંતના પેઢાને ખુબ ફાયદો થાય છે.બાવળ ઉપરાંત લીંબડો, વડ, કરંજ, ઝાર અને ગૂગળ સહિતના દાતણ પણ ખુબ જ ઉપયોગી છે. PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે બંધાણીઓના મોઢા ખોલશે બાવળઃ ગુટખાનું સેવન કરવાથી સાંકડુ થઈ ગયેલું મોઢુ ખોલવામાં બાળવની સીંગો ખુબ જ ઉપયોગી છે.બાવળની સીંગોને ચાવીને ગુટખાની જેમ મોઢામાં ભરી રાખો.એક દિવસમાં આવી રીતે સાત વખત કરો. નિયમીત આ પ્રેક્ટીસ કરવાથી ૪૫ દિવસમાં તમે આખો લાડુ ખાતા થઈ જશો.