Tirupati Laddu: ચિકન, મટન અને માછલી.... દેશના આ મંદિરોમાં પ્રસાદના રૂપમાં મળે છે નોનવેજ

Tirupati laddu controversy: તિરૂપતિ મંદિરના પ્રસાદ પર શરૂ થયેલો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીના દાવાથી બધા ચોકી ગયા છે. પરંતુ ભારતમાં કેટલાક મંદિરો એવા પણ છે, જ્યાં નોનવેજને પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે.


 

તિરૂપતિ બાલાજી મંદિર

1/5
image

 તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ સતત વધી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે મંદિરના લાડ્ડુમાં જાનવરોની ચરબી મિક્સ કરવામાં આવે છે. તપાસ રિપોર્ટ્સમાં પણ આ વાત સામે આવી છે. પરંતુ શું તમે જાણો છો દેશમાં કેટલાક એવા મંદિર છે જ્યાં પ્રસાદના રૂપમાં નોનવેજ મળે છે.

 

કામાખ્યા દેવી મંદિર

2/5
image

આ 51 શક્તિપીઠોમાંથી એક છે. તેમ માનવામાં આવે છે કે અહીં માતા સતીની યોનિ પડી હતી. અહીં ભક્ત દેવીને ભોગના રૂપમાં માંસ અને માછલી ચડાવે છે. પછી તેને પ્રસાદના રૂપમાં ભક્તોને આપવામાં આવે છે. 

કાલીઘાટ મંદિર

3/5
image

કાલીઘાટ મંદિર પશ્ચિમ બંગાળના કોલકત્તામાં છે. અહીં પર કાલી દેવીને પ્રસાદના રૂપમાં બકચો ચડાવવામાં આવે છે. ત્યારબાદ તેનું માંસ પ્રસાદના રૂપમાં ભક્તોને આપવામાં આવે છે. 

 

મુનિયાંદી સ્વામી મંદિર

4/5
image

તમિલનાડુના મદુરઈ મુનિયાંદી સ્વામી મંદિર છે. અહીં દર વર્ષે ત્રણ દિવસીય વાર્ષિક આયોજન થાય છે. તેમાં ભક્તોને પ્રસાદના રૂપમાં બિરયાની અને ચિનક આપવામાં આવે છે. ત્યારે અહીં મેળો ભરાઈ છે.

 

તરકુલહા દેવી મંદિર

5/5
image

તરકુલહા દેવી મંદિર ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં છે. પહેલા અહીં રાજા બાબૂ બંધી સિંહ ઝાડની નીચે દેવીની પૂજા કરતા હતા. તેમને મંદિરની આસપાસ કોઈ અંગ્રેજ દેખાય તો તે તેનું માથુ કાપી દેવીના ચરણોમાં સમર્પિત કરી દેતા હતા. આઝાદી બાદ ત્યાં બકરાની બલિ આપવામાં આવે છે, પછી પ્રસાદના રૂપમાં ભક્તોને આપવામાં આવે છે.