PHOTOS: Tokyo Olympic ની રંગેચંગે શરૂઆત, જુઓ મનમોહક તસવીરો
જાપાનમાં ટોક્યો ઓલમ્પિકની શરૂઆત થઇ. ઓપનિંગ સેરેમનીમાં ભારતના 18 એથલીટ પણ જોડાયા. પીએમ મોદીએ પણ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.
ટોક્યો ઓલમ્પિકની થઇ શરૂઆત
ટોક્યોમાં ઓપનિંગ સેરેમની સાથે ઓલમ્પિક ગેમ્સની શરૂઆત થઇ ગઇ છે. એક વર્ષના લાંબાગાળા બાદ નેશનલ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઇ. કોરોના સંકટને જોતાં તમામ દેશોએ પોતાની નાની ટુકડીઓ ઓપનિંગ સેરેમનીમાં મોકલી.
ભારતથી 18 ખેલાડીઓએ લીધો ભાગ
ભારત તરફથી 18 ખેલાડીઓએ તેમાં ભાગ લીધો. ભારતીય દળના નેતૃત્વમાં હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર મેરી કોમ કરી રહી હતી. ભારતે આ વખતે સૌથી મોટું દળ મોકલ્યું છે. જેમાં 127 ખેલાડી સામેલ છે.
પ્રધાનમંત્રીએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલિવિઝન પર ઓપનિંગ સેરેમની જોઇ અને તાળી વગાડીઓને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. પીએમ મોદીએ ફોટો ટ્વીટ કરીને લખ્યુ- ટોક્યો ઓલમ્પિકના ઉદઘાટન સમારોહમાં ભારતીય દળની ભવ્ય એન્ટ્રી એક ગર્વની ક્ષણ હતી!
રમતગમત મંત્રીએ ઉદઘાટન સમારોહ માણ્યો
રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે અને રાજ્યમંત્રી નિસિથ પ્રમાણિકએ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી 32મા ઓલમ્પિક રમતોનો ઉદઘાટન સમારોહ જોયો અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.
ઓલમ્પિકનું આયોજન દર વર્ષે 4 વર્ષે થાય છે
આમ તો ઓલમ્પિકનું આયોજ દર ચાર વર્ષે થાય છે, પરંતુ કોરોનાના લીધે ટોક્યો ઓલમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. 17 દિવસ સુધી ચાલનાર ટોક્યો ઓલમ્પિકમાં 33 અલગ અલગ રમતોની 339 ઇવેન્ટ્સ યોજાશે. જેમાં ભારતના 127 ખેલાડી ભાગ લેશે. 84 મેડલ ઇવેન્ટમાં ભારતીય ખેલાડી ભાગ લેશે.
Trending Photos