5 Star Hotel ને પણ ટક્કર મારે તેવા દુનિયાના TOP-10 Airport, જુઓ PHOTOS

સામાન્ય રીતે લોકો વેકેશનમાં સુંદર સ્થળોની મજા માણવા જતા હોય છે.પરંતુ કેટલાક એવા એરપોર્ટ છે જ્યાં લોકો જવા માટે પડાપડી કરે છે.અહીંની એક વખતની સફર લોકોને જીંદગીભર યાદ રહી જાય છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ બસ, ટ્રેન કે હવાઈ મુસાફરીમાં સૌથી વધુ કંટાળજનક હોય તો તે છે વેટિંગ.વાહનની રાહ જોવામાં પ્રવાસીઓને સૌથી વધુ કંટાળો આવતો હોય છે.પરંતુ આજે તમને એવા એરપોર્ટ વિશે જણાવીશું કે જ્યાં લોકો ઈચ્છતા હોય છે કે તેમની ફ્લાઈટ લેટ થાય.અને તેમને વધુ સમય વિતાવવા માટે તક મળે.ક્યાં છે આ એરપોર્ટ અને કેમ છે ખાસ જોઈએ. આપણે વાત કરી રહ્યા છીએ દિનિયાના અનોખા અને સુંદર અરપોર્ટની.કેટલાક એવા એરપોર્ટ છે જેની એક વખતની મુલાકાત પ્રવાસીઓના મન પણ અંકિત થઈ જાય છે.અદ્યતન સુવિધા સાથે બનેલા એરપોર્ટ 5 સ્ટાર હોટને પણ ભૂલવી દે છે.જીવનમાં એક વખત આ સુંદર એરપોર્ટની મુલાકાત લેવી જ જોઈએ.


 

 

હિથ્રો એરપોર્ટ, લંડન Heathrow Airport, London

1/8
image

​દુનિયાનો સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે હિથ્રો એરપોર્ટ જાણીતું છે.તો એરપોર્ટની ખાસ દિવાલોથી બેસ્ટ ટર્મિનલમાં  હિથ્રો એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે.સુરક્ષા અને આકર્ષની દ્રષ્ટીએ હિથ્રો એરપોર્ટ પ્રથમ ક્રમે આવે છે.જેથી અહીં આવતા પ્રવાસીઓ આનંદ સાથે પોતાનો સમય પસાર કરી શકે છે.

હમાદ એરપોર્ટ, કતાર Hamad Airport, Qatar વિશ્વમાં જાણીતું હમાદ ઈંટરનેશનલ એરપોર્ટ 5,400 હેક્ટરમાં ફેલાયેલું છે.અહીંના ડિપાર્ચર હોલમાં રાખવામાં આવેલું 23 ફૂટ લાબુ ટેડી બિયર પ્રવાસીઓને ખુબ જ આકર્ષિત કરે છે.એરહેલ્પ સ્કોરે 2018ની વર્લ્ડવાઈડ બેસ્ટ એરલાઈન અને બેસ્ટ એરપોર્ટમાં કતારને પ્રથમ ક્રમ મળ્યો હતો.

ટોક્યો હનેડા એરપોર્ટ, જાપાન Tokyo Haneda Airport, Japan

2/8
image

ટેક્નોલોજીમાં સૌથી આગળ ગણાતા જાપાનમાં તમામ આધુનિક સુવિધાઓ જોવા મળે છે.જેનો ઉત્તમ ઉદાહરણ છે ટોક્યો હેનેડા એરપોર્ટ.ટોક્યો હનેડા એરપોર્ટ તેના 6 માળના ફ્લોર રેસ્ટોરન્ટ અને ઓપન રૂફ માટે જાણીતું છે.જેથી અહીં આવતા પ્રવાસીઓને ક્યારે કંટાળો નથી આવતો.

મ્યુનિખ એરપોર્ટ, જર્મની Munich Airport, Germany

3/8
image

જર્મનીનું મ્યુનિખ એરપોર્ટ ઈયર બર્લિંગ અને કોન્ડોર એરલાઈન્સનું હબ છે.સુંદર આર્કેટેકની સાથે અહીં તમને વિવિધ દેશોનું ભોજન મળી શકે છે.આ એરપોર્ટ પર તમને ઈન-આઉટ બ્રીયૂરી, ગોલ્ફકોર્સ, બિયર હોલ, લાઈવ બૈન્ડનો આનંદ મળશે.સાથે જ અહીંયા તમને ફ્લાઈટ્સમાં મ્યુઝીયમ પન્ન જોવા મળે છે.

ક્વાલાલમ્પુર એરપોર્ટ, મલેશિયા Kuala Lumpur Airport, Malaysia

4/8
image

ખુબ જ સુંદર એરપોર્ટની યાદીમાં મલેશિયાના ક્વાલાલમ્પુરનો સમાવેશ થાય છે.અહીં કંક્રીટ આર્કિટેક્ટ, જંગલ બોર્ડ વોક, સેટેલાઈટ ટર્મિનલ પ્રવાસીઓને આકર્ષે છે.જેથી અહીં આવતા પ્રવાસીઓને સુંદર વાતવરણ મળી રહી છે.અને તેથી જ આ એરપોર્ટ ખુબ લોકપ્રિય ગણાય છે.

 

ઇંચિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ, સાઉથ કોરિયા InchEON International Airport

5/8
image

અહીંયા એરપોર્ટ આઈસ ફોરેસ્ટ નામક સ્કેટિંગના લીધે જાણીતું છે. અહીંયા પ્રવાસીઓને મનોરંજન માટે જૈજ અને બી-બોયની લાઈવ પર્ફોમન્સ પણ થયા છે. આ એરપોર્ટમાં જાઓ તો કોઈ મોલમાં પહોંચી ગયા હો તેવો અહેસાસ થશે. ઇંચિયન ઇન્ટરનેશનલ એરપોર્ટમાં થિયેટર, મ્યુઝિયમ, ગાર્ડન અને આઈસ સ્કેટિંગની ખાસ સુવિધા છે.જેથી અહીં આવતા પ્રવાસીઓ ખુબ આનંદ માણે છે.

હોંગ-કોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ Hong Kong International Airport

6/8
image

હોંગ કોંગનું આ ઈન્ટરનેશન એરપોર્ટ માનવનિર્મિત દ્રીપ પર બનાવાયું છે.દર વર્ષે આ એરપોર્ટ પર 28 લાખ પ્રવાસીઓ આવે છે.અહીના એવિએશન ડિસ્કવરી સેન્ટર, ગોલ્ફ કોર્સ, ટી મેકિંગ વર્કશોપ, એજ્યુકેશન પાર્ક અને આર્ટ,ક્લચર એકઝીબિશનની પ્રવાસીઓમાં ખુબ જ આકર્ષણ જોવા મળે છે.અહીંયાની ખાસિયત છે કે યુએ આઇએમએએકસ 3ડી થિયેટર છે.

ચાંગી એરપોર્ટ, સિંગાપુર Changi Airport, Singapore

7/8
image

દુનિયાનું સૌથી સુંદર અને મનપસંદ સિંગાપુરનું ચાંગી એરપોર્ટ છે.અહીં વોટરફોલ, થીમ પાર્ક, સ્વિમિંગ પુલ અને રિટેલ આઉટલેટ્સથી આ આલીસાન એર્પોર્ટ જાણીતું છે.બાથ અને બટફ્લાય સહિત અહીં એડવેન્ચર માટેની સુવિધા છે.એડવેન્ચર કરવા માંગતા હો તો ચાંદી એર્પોર્ટના ટર્મિનલ 3 પર તમને સુવિધા મળશે.સાથે 4 માળના આલિશાન એરપોર્ટ પર તમે કોર્કસ્ક્રૂ રાઈડની મજા પણ માણી શકશો.

સેંટ્રલ જાપાન એરપોર્ટ Central Japan Airport

8/8
image

જાપાનનું સેંટ્રલ એરપોર્ટ સુંદર અને આલિશાન રિઝનલ એરપોર્ટ છે.અહીં 1 હજાર ફૂટ લાંબા સ્કાઈડેકથી પ્રવાસીઓ નાગોયા તટ પર સમુદ્રી જવાજોનો રમણ્ય નજારો માણી શકે છે.જે અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.પ્રવાસીઓને એરપોર્ટ પર ખુલ્લા આકશમાંથી દરિયામાં વિહરતા જહાજોનો આનંદ માણે છે.

જ્યૂરિખ એરપોર્ટ, સ્વીત્ઝર્લેન્ડ Zurich Airport, Switzerland સ્વીત્ઝર્લેન્ડના જ્યૂરિખ એરપોર્ટ સ્વીસ ઈન્ટરનેશન હવાઈ યાત્રાનું હબ ગણાય છે.આ એરપોર્ટ પર સાઇકલ, ઇનલાઇન સ્કેટ્સ અને નોર્ડીક વોકિંગ પોલ્સ પ્રોટેક્ટિવ ગિયર સહિતની સુવિધાની યાત્રીકો મજા માણી શકે છે.અહીંની સુવિધામાં સમય પસાર કરી પ્રવાસીઓ પોતાની યાદગાર પળોને માણે છે.અહીંની એક વખત મુલાકાત લીધા બાદ ફરી જવાની ઈચ્છાને તમે રોકી નહીં શકો.