Year Ender 2019 : આ હિરોઇન સાબિત થઈ નંબર વન, બીજા નામ છે....

The Surgical Strike અને Mission Mangalને જોઈને લોકોમાં દેશભક્તિની ભાવના મજબૂત બની છે. બોલિવૂડમાં 2019ના લેખાજોખા કરીને ટોપ 10 હિરોઇનોની યાદી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે અનેક ફિલ્મો સફળ સાબિત થઈ છે જ્યારે કલંક અને ખાનદાની શફાખાના જેવી કેટલીક મોટી ફિલ્મો ફ્લોપ પણ ગઈ છે. 

2019માં બોલિવૂડમાં અનેક મજબૂત ફિલ્મો આવી છે. Gully Boy ઓસ્કાર માટે પસંદ થઈ તો URI: The Surgical Strike અને Mission Mangalને જોઈને લોકોમાં દેશભક્તિની ભાવના મજબૂત બની છે. બોલિવૂડમાં 2019ના લેખાજોખા કરીને ટોપ 10 હિરોઇનોની યાદી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે અનેક ફિલ્મો સફળ સાબિત થઈ છે જ્યારે કલંક અને ખાનદાની શફાખાના જેવી કેટલીક મોટી ફિલ્મો ફ્લોપ પણ ગઈ છે. 

1. Kangana Ranaut

1/10
image

કંગના રનૌતે ફિલ્મ જજમેન્ટ હૈં ક્યામાં દમદાર એક્ટિંગ કરીને બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તેણે મુંબઈમાં રહેતી ડબિંગ આર્ટિસ્ટનો રોલ કર્યો હતો. આ સિવાય કંગનાની ફિલ્મ મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી પણ સફળ સાબિત થઈ છે. 

2. Alia Bhatt

2/10
image

આલિયાએ ગલી બોયમાં સફીના ફિરદૌસીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેણે રણવીર સિંહની ગર્લફ્રેન્ડનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં આલિઆની એક્ટિંગે બધાના દિલ જીતી લીધા હતા. 

3. Bhumi Pednekar

3/10
image

ભુમિ પેડનેકરની આ વર્ષે બાલા, સોનચિડીયા, સાંઢ કી આંખ અને પતિ, પત્ની ઔર વો જેવી સફળ ફિલ્મો આવી છે. બાલામાં ભુમિકાએ લતિકા ત્રિવેદીનો રોલ ભજવીને જબરદસ્ત એક્ટિંગ કરી છે. 

4. Taapsee Pannu

4/10
image

તાપસીએ બદલા ફિલ્મમાં નૈના સેઠી નામની યંગ અને સફળ બિઝનેસમેનનો રોલ બહુ મજબૂત રીતે ભજવ્યો હતો. આ ફિલ્મમાં તેણે બિગ સ્ટાર અમિતાભ બચ્ચન સામે બરાબર ઝીંક ઝીલી હતી. આ સિવાય તેણે સાંઢ કી આંખ ફિલ્મમાં પણ મજબૂત એક્ટિંગ કરી હતી.   

5. Vidya Balan

5/10
image

વિદ્યા બાલને ફિલ્મ મિશન મંગલમાં તારા શિંદેનો રોલ કરીને બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં અક્ષય લીડ એક્ટર હોવા છતાં વિદ્યા લાઇમલાઇટમાં રહી હતી.  

6. Priyanka Chopra Jonas

6/10
image

પ્રિયંકાએ ફિલ્મ The Sky Is Pinkમાં અદિતી ચૌધરીનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મથી પ્રિયંકાએ બોલિવૂડમાં ત્રણ વર્ષ પછી કમબેક કર્યું છે. આ ફિલ્મને દર્શકોની સાથેસાથે ક્રિટીક્સે પણ વખાણી હતી. 

7. Zaira Wasim

7/10
image

ઝાયરા વસીમે ફિલ્મ સ્કાઇ ઇઝ પિંકમાં અદિતી ચૌધરીની દીકરી આઇશા ચૌધરીનો રોલ ભજવ્યો હતો અને બહુ સારી રીતે ભજવ્યો હતો. ઝાયરાએ બોલિવૂડ છોડી દેવાની જાહેરાત કરી છે પણ આમ છતાં એના ચાહકોની સંખ્યામાં ઘટાડો નથી થયો. 

8. Rani Mukerji

8/10
image

રાનીએ મર્દાની 2માં શિવાની શિવાજી રોયનો ધમાકેદાર રોલ કરીને બધાના દિલ જીતી લીધા હતા. તેની એક્ટિંગના બધાએ બહુ વખાણ કર્યા છે. 

9. Kareena Kapoor Khan

9/10
image

કરીના કપૂર ખાને વર્ષના અંતે Good Newwzથી મજબૂત હાજરી નોંધાવી છે. આ ફિલ્મના તેના દિપ્તીના પાત્રને લોકોએ બહુ પસંદ કર્યું છે. 

10. Kiara Advani

10/10
image

કિયારાએ ફિલ્મ કબીર સિંહમાં પ્રીતિનો તેમજ ગુડ ન્યૂઝમાં મોનિકા બત્રાનો રોલ કર્યો હતો. આ બંને રોલ એકબીજા કરતા સાવ અલગ હોવા કિયારાએ બરાબર ન્યાય આપ્યો છે.