ગુજરાતમાં બન્યું વધુ એક ભવ્ય અને અદભૂત મંદિર, અમદાવાદની સાવ નજીક છે

Unique Temple In Ahmedabad : ગુજરાત એ ધાર્મિક ભૂમિ છે. અહી ગણ્યા ગણાય નહિ એટલા મંદિરો આવે છે. આ દરેક મંદિરોની અલગ અલગ ખાસિયત છે. ગુજરાતના ખાસ મંદિરોની વાત જ કંઈક અલગ છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. અમદાવાદના ધોળકા પાસે એક નવું મંદિર નિર્માણ પામ્યું છે. અમદાવાદના ધોળકા વિસ્તારમાં સનાતન ધર્મનું મંદિર બન્યું છે. જે કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવાયું છે. આ મંદિર ગુજરાતના મોટા મંદિરોની જેમ જ આલિશાન છે. 
 

1/4
image

તમે માનશો નહિ, પણ આ મંદિર 15 હેક્ટર જમીનમાં તૈયાર થયું છે. તેમાં ઈન્દ્રશીલ શાંતિવન, જળકુંડ, તીર્થસ્થાનોની રેપ્લિકા, મ્યુઝિયમ, ગાર્ડન અને ગેસ્ટ હાઉસ જેવી અલગ અલગ સેક્શન પાડવામા આવ્યા છે. મંદિરની ખાસ વાત એ છે કે, તેનું નિર્માણ નાગર શૈલી તથા સનાતન ધર્મ મુજબ કરાયું છે. તેમાં ભગવાનની આકર્ષિત મૂર્તિઓ છે. જેમાં શિવ, શક્તિ અને વૈષ્ણવ દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે.

2/4
image

આ મંદિરમાં એક ખાસ જળકુંડ છે. જે 7 પવિત્ર નદીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્થળને શરીર, મન અને આત્માને શાંતિ આપે તે રીતે વિકસાવાયું છે. જ્યારે એક સ્થિર જળકુંડમાં 52 વોટર જેટ મૂક્યા છે. આ જળસ્થાનની સમચોરસ પવિત્ર જગ્યામાં શ્રી યંત્ર મૂકવામાં આવ્યું છે. અહીં 87 સ્તંભ ઉપર કલાત્મક રીતે કોતરેલા શ્રીમદ્ ભગવદગીતાના શ્લોકો તથા 87 જેટલા હર્બલ અને ધાર્મિક મહત્વ ધરાવતા છોડ રોપવામાં આવ્યા છે.

3/4
image

મંદિરની અન્ય ખાસિયતોની વાત કરીએ તો, અહીં રામાયણ અને મહાભારતના વિવિધ યાદગાર પ્રસંગો દર્શાવતી શિલ્પકૃતિઓ ઠેકઠેકાણે જોવા મળશે. જે અદભૂત છે. મંદિરમાં આવીને તમને રામાયણ મહાભારત કાળમા આવ્યાનો ભાસ થશે.   

4/4
image

આ મંદિર કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા શીલાબેન મોદીના સ્મૃતિરૂપે નિર્માણ કરવામાં આવ્યું છે.