કોરોના કાળમાં અનોખી રીતે જાનનું સ્વાગત, વેલકમ ડ્રિંકમાં અપાયું ગરમ લીંબુ પાણી
કોરોના કાળ બાદ લોકોના જીવનમાં અનેક ફેરફાર આવ્યા છે. તો તેની અસર લગ્ન સમારહો પર પણ પડી છે. હવે લગ્નમાં જાનને વેલકમ કરવાની અને પોખવાની પદ્ધતિઓ પણ બદલાઈ છે.
આશ્કા જાની, અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા રાવલ પરિવાર દ્વારા કોરોનાની તમામ ગાઇડલાઇનનું કડક પાલન કરી લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના કાળમાં અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા રાવલ પરિવારને ત્યાં લગ્ન આવ્યા હતા. ત્યારે આ લગ્નમાં કોરોનાના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
રાવલ પરિવારના લગ્નમાં માસ્ક આપી, સેનેટાઇઝ કરી તથા થર્મલ ગનથી તાપમાન ચેક કરી જાનૈયાઓનું વેલકમ કરવામાં આવ્યું હતું.
તો લગ્નમાં આવેલા મહેમાનોને વેલકમ ડ્રિંકમાં ગરમ લીંબુ પાણી આપવામાં આવ્યું હતું.
અહીં મંડપમાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવાના બોર્ડ મારવામાં આવ્યા હતા. તો લગ્ન સમારોહમાં વર-કન્યાએ પણ માસ્ક પહેરી નિયમોનું પાલન કર્યું હતું.
અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા રાવલ પરિવાર દ્વારા કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું
Trending Photos