Money Tips: ઓછા સમયમાં બનવા ઈચ્છો છો ધનવાન, તો આજથી જ શરૂ કરો આ જ્યોતિષ ઉપાય....
Vastu Tips For Money Saving: આપણે મનુષ્યો ઈચ્છીએ છીએ કે રાજાની જેમ જીવન જીવીએ અને દુનિયાના તમામ સુખ-સુવિધાઓનો આનંદ માણીએ. આ માટે વ્યક્તિ લોહી અને પરસેવો વહાવીને કમાણી કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ પોતાના જીવનમાં ખૂબ પૈસા કમાય છે. પરંતુ તેમની પાસે પૈસા નથી અને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્રના કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છીએ, જેને કરવાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારી કમાણી વધવા લાગશે.
તિજોરીમાં રાખો માં લક્ષ્મીની પ્રતિમા
જો તમે ઈચ્છો છો કે તમારા પર માં લક્ષ્મીની કૃપા બની રહે અને તમે ખુબ પૈસાની કમાણી કરો તો ઘરની તિજોરીમાં માં લક્ષ્મીની બેઠેલી પ્રતિમાની સાથે પીપળાના પાન પર સ્વાસ્તિકનું ચિન્હ બનાવીને રાખો. આમ કરવાથી માં લક્ષ્મીની કૃપાથી ધન-સંપત્તિ ખુબ વધશે.
મનોકામનાની પૂર્તિ માટે
જો તમારૂ કોઈ કાર્ય લાંબા સમયથી અટવાયેલું છે અને અનેક પ્રયાસો છતાં સફળતા મળતી નથી તો નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરો. સાથે મંગળવારના દિવસે સુંદરકાંડના પાઠ કરો અનને હનુમાનજીને બુંદીના લાડૂનો પ્રસાદ ચઢાવી વહેંચો. તેમ કરવાથી તમારૂ કાર્ય સફળ થઈ જશે.
સવારે ઉઠીને કરો આ ઉપાય
જો તમે ઈચ્છો છો કે તમારા પર માં લક્ષ્મીની કૃપા બની રહે તો દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલા તમારી હથેળીના દર્શન કરો. સાથે માં લક્ષ્મીનો મંત્ર કરાગ્રે વસતે લક્ષ્મીનો જાપ કરો. ત્યારબાદ પૃથ્વી પર પગ રાખીને પહેલા પ્રણામ કરો. આમ કરવાથી તમારો દિવસ સારો પસાર થશે.
પીપળાના ઝાડની પૂજા કરો
જો તમે ઈચ્છો છો કે તમારા કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે અને તમે હંમેશા સુખમય જીવન જીવો, તો દર શનિવારે પીપળાના ઝાડમાં પાણી ચઢાવો. સાથે સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો.
ખોટા ખર્ચાથી બચવા માટે
જો તમે મોટી કમાણી કરી રહ્યાં છો પરંતુ તે અનુરૂપ તમારા પૈસા ખર્ચ થઈ જાય છે તો તમારે પર્સમાં ચોખાના 21 અખંડિત દાણા (આખા ચોખા) રાખો. આમ કરવાથી ખોટા ખર્ચ અટકી જાય છે.
ઈચ્છા પૂર્તિ માટે
જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમયથી પૂરી થઈ રહી નથી તો તમે લાલ કલરના કાગળમાં પોતાની ઈચ્છા લખીને ઘરના મંદિરમાં રાખો. સાથે નિયમિત ધૂપ દીપથી પૂજા કરો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને વિભિન્ન જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
Trending Photos