ઘરમાં ભયંકર આર્થિક તંગી છે? પૈસા ઘરમાં ટકતા જ નથી...તો આ વસ્તુઓ રાખો ઘરમાં, ધનની અછત દૂર થશે

આપણે ઘણીવાર જોઈએ છે કે ઘણાલોકો ખુબ મહેનત કરે છતાં પણ તેમને ધાર્યું નાણાકીય ફળ મળતું નથી. એવા પણ કેટલાક લોકો આપણે જોયા છે કે પહેલી તારીખે પગાર થાય પરંતુ મહિનો પૂરો થતા થતા તો હાંફી જાય એટલે કે પગાર તે પહેલા જ પૂરો થઈ જાય. આવા લોકો પર કોઈને કોઈ પ્રકારે કાં તો કરજ ચઢેલું હોય છે કે પછી ખર્ચા આઉટ ઓફ કંટ્રોલ હોય છે કે પછી ગમે તે કારણસર પૈસા ખતમ થઈ જતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જો તમે ઘરમાં રાખો તો તેનાથી આર્થિક સંકટ  દૂર થઈ શકે છે. જો પૈસા ઘરમાં ટકતા ન હોય તો આ ઉપાય અજમાવી જોજો. 
 

લઘુ નારિયેળ

1/5
image

તેને શ્રીફળ પણ કહે છે જો કે તે સામાન્ય નારિયેળની સરખામણીમાં નાનું હોય છે. એવી માન્યતા છે કે જે ઘરોમાં લઘુ નારિયેળ હોય છે ત્યાં માતા લક્ષ્મી પોતે વાસ કરે છે અને ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. ઘરના આર્થિક સંકટ દૂર કરવામાં લઘુ નારિયેળ ખુબ લાભકારી માનવામાં આવ્યું છે. તેનાથી ઘરમાં અન્નનો ભંડાર ભરેલો રહે છે. 

ધાતુનો કાચબો

2/5
image

જો તમારા પર છાશવારે કરજ ચડેલું રહેતું હોય કે પછી ઘરમાં ધન ટકતું ન હોય તો તમારે ઘરમાં ધાતુનો કાચબો રાખવો જોઈએ. અનેક લોકો તેને ચાંદી, પીત્તળ કે કાંસાના રૂપમાં રાખે છે. અત્રે જણાવવાનું કે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે જે ઘરમાં કાચબો રાખવામાં આવે ત્યાં ધન સંલગ્ન તકલીફો દૂર થાય છે. ઘરના આર્થિક સંકટને દૂર કરવા તથા ધનના આગમન માટે કાચબાને હંમેશા ઉત્તર દિશામાં રાખો. 

પિરામીડ

3/5
image

વાસ્તુ શાસ્ત્ર મુજબ ધનલાભ માટે પિરામીડને ખુબ મહત્વનું ગણાવવામાં આવ્યું છે. જે ઘરમાં પિરામીડ હોય છે ત્યાં ધનની કમી રહેતી નથી. જો ઘરમાં ક્રિસ્ટલ પિરામીડ હોય તો તે ઘરમાં સભ્યોના પગારમાં ઝડપથી વધારો થાય છે. આ સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ધ્યાન રાખવું કે  પિરામીડને એ જ જગ્યા પર રાખવો જ્યાં ઘરના સભ્યો વધુમાં વધુ સમય પસાર કરતા હોય. 

ગોમતી ચક્ર

4/5
image

હિન્દુ ધર્મમાં ગોમતી ચક્રનું વિશેષ મહત્વ હોવાનું કહેવાયું છે. તે ખુબ જ શુભ હોય છે. તથા ગોમતી નદીમાં ચક્રની આકૃતિમાં મળી આવતા ખાસ પ્રકારના પથ્થર હોય છે. જે પણ ઘરમાં ગોમતી  ચક્ર હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી. ઘરમાં સુખ અને શાંતિ તથા આર્થિક સંપન્નતા આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે 11 ગોમતી ચક્ર લઈને પીળા કપડાંમાં લપેટીને તિજોરીમાં રાખો તો તેનાથી લક્ષ્મી દેવીની કૃપા રહે છે. 

કમલ કાકડીની માળા

5/5
image

જો તમારા ઘરમાં આર્થિક તંગી રહે છે, રૂપિયાની કમી રહેતી હોય તો તમારા ઘરના મંદિરમાં કમલગટ્ટા (કમળકાકડી)ની માળા રાખવી જોઈએ. હિન્દુ ધર્મની માન્યતા મુજબ જે ઘરના મંદિરમાં કમળકાકડીની માળા હોય તે ઘરના સભ્યોની પ્રગતિ ઝડપથી થાય છે. આ સાથે જ આ માળાથી તમારા ઈષ્ટદેવનું નામ 108 વાર જપો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)