Weekly Horoscope 10 થી 16 મે: આવનાર સપ્તાહ કોના માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન...ખાસ જાણો

Weekly Horoscope from 10 to 16 may (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla): આગામી સપ્તાહ તમારા માટે કેવું રહેશે તે ખાસ જાણો.  

1/12
image

મેષ: ગણેશજી કહે છે, પ્રેમ સંબંધમાંથી મતભેદો દૂર થશે. આ અઠવાડિયે યાત્રા ટાળી દેવી. આર્થિક મામલે સમય ધીમે-ધીમે સાનુકૂળ થશે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને કોઈ માતૃતુલ્ય મહિલા આ મામલે તમારી મદદ કરશે. અઠવાડિયાના અંતે સ્થિતિ સુધરવા લાગશે.  

2/12
image

વૃષભ: ગણેશજી કહે છે, આર્થિક મામલે વૃદ્ધિ ત્યારે જ થશે જ્યારે તમે પોતાના પર વિશ્વાસ રાખીને રોકાણ કરશો. યાત્રા દ્વારા પણ શુભ પરિણામ મળી રહ્યા છે અને આ મામલે કોઈ માતૃતુલ્ય મહિલાની મદદ મળી શકે છે. બીમાર લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. કાર્યક્ષેત્રે અધિક ઉન્નતિના સંયોગ બની રહ્યા છે.  

3/12
image

મિથુન: ગણેશજી કહે છે, સ્વાસ્થ્ય તરફ આશાવાદી રહેવાની જરૂર છે તો જ સારા પરિણામ મળશે. તમે જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. આર્થિક મામલે સમય અત્યંત સાનુકૂળ રહેશે અને સંબંધોમાં પ્રસન્નતા રહેશે. આ અઠવાડિયે યાત્રા ટાળી દેવી યોગ્ય રહેશે.  

4/12
image

કર્ક: ગણેશજી કહે છે, ધન વૃદ્ધિ માટે તમારે રોકાણમાં થોડું રિસ્ક લેવાની જરૂર છે. આ અઠવાડિયે કરેલી યાત્રા સુખદ રહેશે અને કોઈ યુવા વ્યક્તિની આ મામલે મદદ મળી શકે છે. સ્વાસ્થ્ય ધીમે-ધીમે સુધરશે. પરિવારની કોઈ બાબતે મન વ્યાકુળ રહેશે અને ચિંતા વધી શકે છે.  

5/12
image

સિંહ: ગણેશજી કહે છે, અઠવાડિયાના અંતે કોઈ ધાર્મિક વ્યક્તિ, ગુરુ અથવા કોઈ વડીલની મદદ મળી શકે છે. હાલ રોકાણ તરફ ધ્યાન આપવાની જરૂર છે. કાર્યક્ષેત્રે પાર્ટીના મૂડમાં રહેશો કારણકે કોઈ પ્રોજેક્ટના કારણે ફાયદો થશે. અઠવાડિયાના અંતે કોઈ ખર્ચ થવાની સંભાવના છે.  

6/12
image

કન્યા: ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે નેટવર્કિંગનો સમય છે એટલે જેટલો સંપર્ક વધારશો તેટલો લાભ વધારે થશે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ થશે. સ્વાસ્થ્ય ધીરે-ધીરે સુધરશે. આ અઠવાડિયે કાર્ય-વ્યવસાયના ઉદ્દેશથી કરેલી યાત્રા લાભપ્રદ રહેશે. જમીન-મિલકત સંબંધિત મામલે પણ લાભની સ્થિતિ બની રહી છે. 

7/12
image

તુલા: ગણેશજી કહે છે, કામ સંબંધે કરેલી યાત્રા વિશેષ સફળતા અપાવી શકે છે. અઠવાડિયાના અંતે મન પ્રફુલ્લિત રહેશે અને સમય સાનુકૂળ થતો જશે. સ્વાસ્થ્યમાં આ અઠવાડિયે ઘણો સુધારો આવતો દેખાઈ રહ્યો છે. કાર્યક્ષેત્રે ધીમે-ધીમે પ્રગતિ થશે અને આ અઠવાડિયે પ્રોજેક્ટ ધીરે-ધીરે શુભ ફળ આપશે.  

8/12
image

વૃશ્ચિક: ગણેશજી કહે છે, ધન વૃદ્ધિ માટે શાંતિપૂર્વક નિર્ણય લેવાની જરૂર છે નહીં તો નુકસાન થઈ શકે છે. અઠવાડિયાના અંતે સ્થિતિ ધીમે-ધીમે સુધરશે. પરિવારના સાનિધ્યમાં સુખદ સમય વિતાવશો. પરસ્પર પ્રેમ વધશે. કાર્યક્ષેત્રે આ અઠવાડિયે તકલીફ પડી શકે છે અને પ્રોજેક્ટ પૂરા થવામાં મોડું થશે.  

9/12
image

ધનુ: ગણેશજી કહે છે, પરિવારના સમયમાં સુખદ સમય વિતાવશો. આર્થિક મામલે અઠવાડિયું થોડું ખર્ચાળ સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રે ઘણું પરિવર્તન આવતું દેખાઈ રહ્યું છે. અઠવાડિયાનો અંત સામાન્ય સુખદ રહેશે. પોતાના ભવિષ્યને લઈને કેટલાક મક્કમ નિર્ણય કરી શકો છો.    

10/12
image

મકર: ગણેશજી કહે છે, અઠવાડિયાના અંતે સ્થિતિ થોડી સુધરતી જણાશે. સ્વાસ્થ્યમાં આ અઠવાડિયે સારા પરિણામ સામે આવવાના છે. કાર્યક્ષેત્રે વાતચીત દ્વારા પ્રોજેક્ટમાં ઊભી થયેલી પરેશાનીઓ દૂર કરવાની કોશિશ કરશો તો જ સારું પરિણામ સામે આવશે.  

11/12
image

કુંભ: ગણેશજી કહે છે, યાત્રા દ્વારા સારા પરિણામ મળશે. અઠવાડિયાના અંતે શાંતિની પળો માણશો અને યશ, માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. ધનનો વ્યય થઈ શકે છે માટે એ તરફ ધ્યાન આપવાની જરૂર છે.  

12/12
image

મીન: ગણેશજી કહે છે, આ અઠવાડિયે યાત્રા ટળી શકે છે અને જશો તો પણ અધૂરા મને. સ્વાસ્થ્યમાં સારા પરિણામ જોવા મળશે. આર્થિક ઉન્નતિના શુભ યોગ બની રહ્યા છે. જેટલા પ્લાનિંગ સાથે રોકાણ કરશો તેટલો ફાયદો થશે. કાર્યક્ષેત્રે ઉન્નતિની ઘણી તક પ્રાપ્ત થશે અને સફળતા મળશે.