Weekly Horoscope: આવનાર સપ્તાહમાં કોના પર ભાગ્ય મહેરબાન, કોણે રહેવું પડશે સાવધાન...ખાસ જાણો

કેવું રહેશે તમારું આગામી અઠવાડિયું તે ખાસ જાણો. 

Weekly Horoscope 27 September to 3 October 2021 (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla): કેવું રહેશે તમારું આગામી અઠવાડિયું તે ખાસ જાણો. 

1/12
image

મેષ: ગણેશજી કહે છે, આ સપ્તાહ ખુબ જ સારું રહેવાનું છે. આ સપ્તાહમાં તમને કેટલીક નવી જગ્યાઓએ હરવા-ફરવા જવા માટેની તક પ્રાપ્ત થસે. તમારા દાંપત્ય જીવનની વાત કરીએ તો, આ સપ્તાહે દાંપત્ય જીવનમાં આવી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થવા લાગી છે અને તમને ખુશનુમા પળોનો આનંદ પ્રાપ્ત થશે.  

2/12
image

વૃષભ: ગણેશજી કહે છે, વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્ર રહેશે. એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આવકમાં વધારો કેવી રીતે થાય અને સાથે જ ખર્ચાઓ પર લગામ કઇ રીતે લગાવી શકાય. આ સમય દરમિયાન ગૃહસ્થ જીવનમાં પરસ્પર સમજદારી વિકસિત કરવાનો પ્રયાસ કરવો જોઇ. ખોટી દલીલ ન કરતા, નહીંતર તમારા સંબંધો બગડશે.  

3/12
image

મિથુન: ગણેશજી કહે છે, આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે. તમે ખુશીઓ પ્રાપ્ત કરવાની ઇચ્છા સાથે ખૂબ હરશો-ફરશો. તમારું પ્રણય જીવન પણ ખૂબ જ સારું રહેશે અને તમને તમારા પ્રેમીની સાથે મળીને નવી- નવી જગ્યાઓએ ફરવા જવાનું ખૂબ પસંદ પડશે. પરિવારના સંદર્ભમાં વાત કરીએ તો આ સપ્તાહ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે.  

4/12
image

કર્ક: ગણેશજી કહે છે, આ સપ્તાહ સામાન્ય ફળ પ્રદાન કરનારું સાબિત થવાનું છે. આ સપ્તાહની શરૂઆતમેં તમે કોઇ પ્રવાસમાં રહેશો. આ પ્રવાસ વધારે સારો કહી શકાય તેમ નથી. પોતાના આરોગ્યનું પણ ધ્યાન રાખજો. નોકરિયાત વર્ગના જાતકો માટે આ સપ્તાહમાં મહેનતના સારા પરિણામ પ્રાપ્ત થશે.   

5/12
image

સિંહ: ગણેશજી કહે છે, પારિવારિક સભ્યોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં તમારો પૂર્ણ સહયોગ રહેશે. જેનાથી પરિવારના સભ્યોમાં સુખ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. તમારા પર્સનલ કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થશે. ક્યારેક તમારા વિચારો પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.  

6/12
image

કન્યા: ગણેશજી કહે છે, આ સપ્તાહ છેલ્લી થોડી ખામીઓથી બોધપાઠ લઇને પોતાની દિનચર્યામાં સુધાર લાવવાની કોશિશ કરશો. જેમાં તમે સફળ પણ થશો. આ પ્રકારની કોશિશથી લોકો સાથે સંબંધોમાં આશ્ચર્યજનક સુધાર આવશે. વરિષ્ઠ તથા અનુભવી લોકો પાસેથી સલાહ લેવામાં અચકાશો નહીં.   

7/12
image

તુલા: ગણેશજી કહે છે, તમે આ સપ્તાહ દરમિયાન પોતાની માતા પ્રત્યે ખુબ જ સ્નેહનું પ્રદર્શન કરશો અને તેમની સાથે સમય વ્યતિત કરવો પણ તમને પસંદ પડશે. નોકરિયાત વર્ગના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાવનાત્મક રહેશે. તમને તમારા કામમાં ખુબ આનંદ આવશે અને તમે પૂરા જોશ સાથે પોતાનું કામ કરશો.  

8/12
image

વૃશ્ચિક: ગણેશજી કહે છે, આ સપ્તાહ વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનારું સાબિત રહેશે. તમારા કામોમાં સફળતા પ્રાપ્ત થશે. યોજનાઓ ફળીભૂત થવાના યોગ છે અને તેનાથી તમારી ઇનકમમાં પણ વધારો થશે. તમારા ખર્ચાઓમાં ઘટાડો થશે. તેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે અને તમે ખુશખુશાલ રહેશો.  

9/12
image

ધનુ: ગણેશજી કહે છે, આ સપ્તાહની શરૂઆતમાં તમે તમારા સંબંધોને કેટલી સારી રીતે સંભાળી શકો છો, તે ધ્યાન આપનારી વાત રહેશે. સપ્તાહના પહેલાં તબક્કા દરમિયાન તમારું આરોગ્ય નબળું રહી શકે છે. સપ્તાહના ત્યાર બાદના તબક્કામાં નોકરી અથવા તો વ્યવસાયમાં તમને લાભની પ્રાપ્તી થશે. 

10/12
image

મકર: ગણેશજી કહે છે, આ સપ્તાહ તમારી આસપાસની પરિસ્થિતિઓમાં થોડો ફેરફાર અનુભવ કરશો. આ ફેરફાર તમારા વ્યક્તિત્વ ઉપર પોઝિટિવ પ્રભાવ પણ પાડી શકે છે. માત્ર તમારે તમારી ઊર્જા એકઠી કરીને ફરી નીતિ બનાવવાની જરૂરિયાત છે. કોઇપણ વડીલ તથા સન્માનિત વ્યક્તિ સાથે વિવાદ કે મતભેદ ઊભો થવા દેશો નહીં.   

11/12
image

કુંભ: ગણેશજી કહે છે, આ સપ્તાહ કોઇ પ્રિય મિત્ર સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થઇ શકે છે. તેનો રાજનૈતિક પાવર તમારા માટે મહત્ત્વપૂર્ણ રસ્તા ખોલી શકે છે. મનોરંજનને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર કરો. તમારા પર્સનલ કામમાં વ્યસ્તતાના કારણે તમારા સંબંધીઓને ઇગ્નોર ન કરો, તેમની સાથે તમારા સંબંધ ખરાબ થઇ શકે છે.  

12/12
image

મીન: ગણેશજી કહે છે, આ સપ્તાહમાં કોઇ ધાર્મિક કાર્યો પ્રત્યે તમારો રસ રહેશે. બાળકોની કોઇ એક્ટિવિટીથી તમે ગર્વ અનુભવ કરશો. ખર્ચ વધારે રહી શકે છે. આ ખર્ચ થોડા સારા ભવિષ્યને લગતી શુભ યોજનાઓ માટે રહેશે. ક્યારેક તમારા શંકા કરવાના સ્વભાવથી બનતા કાર્યોમાં વિઘ્ન ઊભા થઇ શકે છે, તમારી આ આદતો ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરો.