WhatsApp Payment માટે અપનાવો આ આસાન રીત, ચપટીમાં થઈ જશે પેમેન્ટ
WhatsApp Payment ને ભારતમાં લોંચ થયે લગભગ 3 મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે. તેમ છતાં હજુ પણ મોટાભાગના લોકો આ ચેટિંગ એપના માધ્યમથી પેમેન્ટ કરતા અચકાય છે. આજે અમે આપને જણાવીશું કે કઈ રીતે આસાનીથી તમે WhatsApp Payment ના માધ્યમથી પૈસાની લેવડ-દેવડ કરી શકો છો. ચપટી વગાડતાની સાથે જ આ એપ દ્વારા તમે પૈસા ટ્રાંસફર (Money Transfer) કરી શકો છો.
આ રીતે કરો રજિસ્ટ્રેશન
WhatsApp ખોલતાની સાથે જ તમે જેને પૈસા મોકલવા માંગો તો તેની ચેટ વિંડો ઓપન કરો. હવે તેમાં અટેચમેન્ટ આઈકોન પર ક્લિક કરો. First Tiime Users એ સૌથી પહેલાં આ રજિસ્ટ્રેશન કરવું પડશે.
પૈસા ટ્રાંસફર માટે કરવું પડશે રજિસ્ટ્રેશન
WhatsApp Payment નો ઉપયોગ કરતા પહેલાં તમારે આ યૂપીઆઈ પેમેન્ટ (UPI Payment) માટેે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તમારા UPI ગેટવે માં બેંક ડિટેલને કન્ફર્મ કરવી પડશે.
આ રીતો મોકલો પૈસા
એક વખત રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે જેને પૈસા મોકલવા માંગતા હોવ તેની ચેટ વિંડો ઓપન કરો અને અટેચમેન્ટમાં WhatsApp Payment પર ક્લિક કરીને Amount નાખી દો. ત્યાર બાદ પોતાનો UPI પિન તેમાં એડ કરો. એટલે તુરંત જ પૈસા ટ્રાંસફર થઈ જશે.
આ વાતોનું રાખો ખાસ ધ્યાન
WhatsApp Payment નો ઉપયોગ કરતી વખતે કેટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમકે, એપમાં અજાણ્યા મેસેજ પર ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની વિગતો આપવી નહીં.
WhatsApp તમારી પાસે નથી માંગતુ બેંક ડિટેલ
હાલના દિવસોમાં ઓનલાઈન ફ્રોડ એટલેકે, છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. જેને કારણે ઓનલાઈન બેંકિંગ ડિટેલ્સ કોઈને જણાવવી નહીં. ખાસ ધ્યાન રાખવું કે વોટ્સએપ ક્યારેય તમારી પાસે તમારા બેંક ખાતાની વિગતો નથી માંગતું.
Trending Photos