પહેલા હિંદુ પછી મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા, બે વાર છૂટાછેડા લીધા, અંગત જીવનમાં ખુબ પરેશાન રહી આ હસીના

Who is Chahatt Khanna: આજે અમે તમને એક એવી હસીના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની પર્સનલ લાઈફ તેના કરિયર કરતા વધારે ચર્ચામાં હતી. સતત એવા અહેવાલો છે કે તે ત્રીજી વખત લગ્ન કરી શકે છે અને હાલમાં તે લિવ-ઇન રિલેશનશિપમાં છે. બે વખત લગ્નનું દર્દ સહન કરનારી આ અભિનેત્રી હાલમાં પોતાની બે દીકરીઓને એકલા હાથે ઉછેરી રહી છે. તો ચાલો તમને જણાવીએ આ સુંદરીના જીવનની દર્દનાક કહાની.

કોણ છે આ હસીના

1/6
image

આ હસીના બીજું કોઈ નહીં જાણીતી ટીવી અભિનેત્રી ચાહત ખન્ના છે. ચાહતે પોતાના કરિયરની શરૂઆત માત્ર 16 વર્ષની ઉંમરે કરી હતી. તેનું પ્રથમ શૂટ 2002માં કેડબરીની એડ હતી. જે ખુબ ચર્ચામાં રહી હતી. ચાહતનું ફિલ્મો અને ટીવીમાં ભાગ્ય એક વર્ષે ખુલ્યું. વર્ષ 2005માં તેણે ધ ફિલ્મ અને તે વર્ષે ટીવીમાં હીરો- ભક્તિ જ શક્તિ છે સીરિયલ મળી હતી.  

આમાં પણ જોવા મળી

2/6
image

આ પછી તેણે સીરિયલ 'કુમકુમ-એક પ્યારા સા બંધન'માં સુમિત અને કુમકુમની પુત્રી આશકાની ભૂમિકા ભજવી હતી. જે બાદ તે લાઇમલાઇટમાં આવી હતી. આ પછી તે 'કાજલ', 'બડે અચ્છે લગતે હૈ', 'કુબૂલ હૈ' અને 'ડર સબકો લગતા હૈ' સહિતના ઘણા ટીવી શોમાં જોવા મળી હતી.

कई शोज में किया काम

3/6
image

આ ટીવી શો સિવાય ચાહતે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મોમાં '7½ ફેરે', 'એક મેં એક તુમ', 'થેંક્યુ', 'પ્રસ્થાનમ' અને 'યાત્રીઝ'નો સમાવેશ થાય છે.

જલ્દી તૂટી ગયા લગ્ન

4/6
image

ચાહત ફિલ્મો અને ટીવીમાં એટલી સફળતા મેળવી શકી નહીંય પરંતુ તે તેના અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. ચાહતે માત્ર 20 વર્ષની ઉંમરે ભરત નરસિંઘાની સાથે લગ્ન કર્યા હતા. જો કે, ચાહત અને ભરતના લગ્ન ટક્યા નહોતા અને બંનેએ 2007માં છૂટાછેડા લઈ લીધા હતા.

બે વખત લીધા છૂટાછેડા

5/6
image

પ્રથમ લગ્ન નિષ્ફળ રહ્યાં બાદ ચાહતે ફરી 2013માં ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંનેનો સંબંધ લાંબો લાગ્યો નહીં. ફરહાન સાથે લગ્ન બાદ ચાહતે પોતાના પતિ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. 

હવે શું કરે છે?

6/6
image

ચાહતે આરોપ લગાવ્યા હતા કે ફરહાન તેને શારીરિક અને માનસિક રૂપે ત્રાસ આપતો હતો. તબીયત ખરાબ હોય તો પણ બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. હવે બીજા પતિથી છૂટાછેડા બાદ ચાહત પોતાની બંને પુત્રીઓ સાથે રહે છે. રિપોર્ટ્સ પ્રમાણે ચાહત રોહન ગંડોત્રાને આ સમયે ડેટ કરી રહી છે.