પ્રભુ શ્રી રામે હનુમાનજીને બજરંગબલી કેમ કહ્યાં... જાણો તેની પાછળની કહાની

સનાતન ધર્મ સૌથી વધુ પ્રિય કોઈ ભગવાન છે તો તે બજરંગબલી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હનુમાનજીનું નામ બજરંગબલી કઈ રીતે પડ્યું. હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત કર્યો છે. માન્યતા છે કે આ દિવસે હનુમાન જીની પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘણા લોકો હનુમાન જીને સંકટમોચન નામથી પણ જાણે છે. 

બજરંગબલી

1/5
image

હનુમાન જીની પૂજા કરવાથી કુંડળીમાં મંગળના દોષનો પ્રભાવ ઓછો થાય છે. એવી માન્યતા છે કે હનુમાન જી ભક્તોના દુખોને હંમેશા દૂર કરે છે. બળ અને બુદ્ધિના દેવતા હનુમાનજીને બજરંગબલી પણ કહેવામાં આવે છે. 

 

પૌરાણિક માન્યતાઓ

2/5
image

પૌરાણિક માન્યતાઓ અનુસાર હનુમાન જીને બજરંગબલી કેમ કહેવામાં આવે છે. તેની પાછળ બે માન્યતાઓ છે. પ્રથમ માન્યતા પ્રમાણે બજરંગબલી ખુબ શક્તિશાળી છે. તેમનું શરીર વ્રજ સમાન બળશાળી છે. 

રામને પ્રસન્ન કરવા માટે

3/5
image

બીજી માન્યતા અનુસાર હનુમાનજી રોતાના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામને પ્રસન્ન કરવા માટે પોતાના શરીરમાં સિંદૂર લગાવતા હતા.

સિંદૂર

4/5
image

માન્યતા છે કે એકવાર માતા સીતા સિંદૂર લગાવી રહ્યાં હતા. ત્યારે હનુમાનજી ત્યાં પહોંચ્યા તેમણે માતા સીતાને પૂછ્યું કે માતા તમે તમારી માંગમાં સિંદૂર કેમ લગાવો છો. તેનો જવાબ આપતા માતા સીતા કહે છે કે તે પોતાના પતિ શ્રીરામના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે સિંદૂર લગાવે છે. 

પ્રભુ રામ અમર થઈ જાય

5/5
image

માતા સીતાની વાત સાંભળી બજરંગબલી વિચારે છે કે જો સિંદૂર લગાવવાથી આટલો લાભ થાય તો તે પોતાના શરીરમાં સિંદૂર લગાવશે. તેનાથી પ્રભુ રામ અમર થઈ જશે. આ ભક્તિ જોઈને ભગવાન શ્રી રામે હનુમાન જીને કહ્યું કે આજથી તમને આ દુનિયામાં બજરંગબલીના નામથી ઓળખવામાં આવશે.