પેરિસના કદ કરતાં 5 ગણો મોટો, બે ગીગાવોટની ક્ષમતા... ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક

Khavda Renewable Energy Park: દુનિયામાં પ્રાકૃતિક સ્ત્રોત વધુ સમય રહેશે નહીં. તેવામાં મનુષ્ય તેવા સ્ત્રોતને શોધી રહ્યો છે, જે ભવિષ્યમાં કામ લાગે. આ કડીમાં હવે ભારતમાં વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક છે, જે પેરિસથી 5 ગણું વધુ મોટું છે. આ જગ્યા છે ગુજરાતના કચ્છના ખાવડામાં, જ્યાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા 30 મેગાવોટ ક્લીન એનર્જીનું ઉત્પાદન કરવા માટે આશરે 1.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આવો આ એનર્જી પાર્કની ખાસ વાતો તમને જણાવીએ.
 

1/7
image

એક નાની એર સ્ટ્રીપ, જ્યાં એર ટ્રાફિક કંટ્રોલર પણ નથી, જે વિમાનોને આવવા જવાનો રસ્તો દેખાડી શકે. જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામ પર માત્ર પોર્ટેબલ ટોયલેટ અને કન્ટેનરમાં મેકશિફ્ટ ઓફિસ છે. આ એરસ્ટ્રિપ તે સમયે વધુ નાની હતી જ્યારે ડિસેમ્બર 2022માં અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી, જે ત્યારે વિશ્વના બીજા સૌથી ધનીક વ્યક્તિ હતા, તેમણે આ જગ્યા સુધી પહોંચવા એક નાના પ્લેનનો સહારો લીધો હતો. આ વિસ્તારનો પિન કોડ પણ નથી અને ગામનું નામ પણ 80 કિલોમીટર દૂર એક ગામથી પડ્યું છે.

2/7
image

આ વિસ્તારમાં ખેતીવાડીનો કોઈ સવાલ ઉભો થતો નથી કારણ કે માટી એટલી વધુ ખારી છે. પરંતુ દેશમાં લદ્દાખ બાદ અહીં સૌથી શાનદાર સોલર રેડિએશન છે અને મેદાની વિસ્તારની તુલનામાં હવા 5 ગણી ઝડપે ફુંકાય છે, જેનાથી રિન્યુએબલ એનર્જી પાર્ક માટે આ જગ્યા સૌથી સારી છે.  

3/7
image

એર સ્ટ્રીપથી ઉતર્યા બાદ રેતીલા વિસ્તારમાંથી 18 કિલોમીટરનું અંતર કાપી આવે છે અદાણી ગ્રુપની તે સાઇટ, જ્યાં દુનિયાનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક છે. તે 538 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. તેનો આકાર પેરિસની તુલનામાં 5 ગણો છે. અહીં એક એર સ્ટ્રીપ છે જેનો ઉપયોગ સપ્તાહમાં કેટલીક વાર મુંદ્રા કે અમદાવાદથી કંપનીના અધિકારીઓને આવવા જવા માટે કરવામાં આવે છે.

4/7
image

જ્યારે ગૌતમ અદાણી ખાવડા ગયા હતા ત્યારે તેમણે પોતાની કંપનીના સ્ટાફને જોકમાં કહ્યું હતું કે આ વિસ્તારમાં તો મચ્છર પણ નહીં મળે. હવે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર વિનીત જૈને જણાવ્યું- અમે અત્યારે ખાવડામાં 2000 મેગાવોટ (બે ગીગાવોટ) વીજળીની ક્ષમતા ચાલૂ કરી છે. ચાલૂ નાણાકીય વર્ષમાં ચાર ગીગાવોટ અને ત્યારબાદ દર વર્ષે પાંચ ગીગાવોટ ક્ષમતા જોડવી અમારી યોજના છે.

માર્ચથી જૂન દરમિયાન ધૂળની આંધીઓ ચાલે છે

5/7
image

વધુ ખારા પાણી ધરાવતા આ વિસ્તારમાં ઘણા પ્રકારના પડકાર છે. માર્ચથી જૂન દરમિયાન ધૂળની આંધીઓ ચાલે છે. કમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટની કોઈ પાયાની સુવિધા નથી. રહેવા લાયક નજીકની જગ્યા એનર્જી પાર્કથી આશરે 80 કિમી દૂર છે. વરસાદની મોસમમાં જમીનની નીચે પાણી ઉતરતું નથી અને અહીંનું ભૂગર્ભ જળ પણ ખારું હોય છે. આ પડકાર છતાં અદાણી ગ્રુપ પોતાની રિન્યુએબલ એનર્જી યોજનાને લઈને ખુબ મહત્વાકાંક્ષી છે. તેણે વર્ષ 2030 સુધી બિન-અશ્મિભૂત સ્ત્રોતોથી 500 ગીગાવોટ વીજળીના ઉત્પાદનનો ટાર્ગેટ રાખ્યો છે.  

81 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે

6/7
image

જૈને કહ્યું- ખાવડા એનર્જી પાર્ક પોતાના ટોપ લેવલ પર 81 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે, જે બેલ્જિયમ, ચિલી અને સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશોને વીજળી આપવા માટે પૂરતું છે. જૈને કહ્યું ખે ખાવડા પાર્કમાં કાર્યરત 30 ગીગાવોટ ક્ષમતામાં 26 ગીગાવોટ સૌર ઉર્જા અને ચાર ગીગાવોટ પવન ક્ષમતા હશે.

ખાવડા જમીનની માલિકી સરકારની પાસે

7/7
image

અદાણી ગ્રીન એનર્જીના વર્તમાન ઓપરેટિંગ પોર્ટફોલિયોમાં 7393 મેગાવોટ સૌર, 1401 મેગાવોટ પવન અને 2140 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતા સામેલ છે. ખાવડા જમીનની માલિકી સરકારની પાસે છે, જેને તેણે અદાણી ગ્રુપને 40 વર્ષ માટે ભાડા પર આપી છે. આ એનર્જી પાર્કનું નિર્માણ 2022માં  શરૂ થયું હતું.