ટૂંક સમયમાં આવશે પૃથ્વી પર પ્રલય! ભયાનક ફેઝમાં પહોંચી ધરતી, નવા રિપોર્ટમાં ડરામણો દાવો

Irreversible Climate Disaster Warning: શું આપણે અપરિવર્તનીય જલવાયું આફતની અણી પર બેઠા છીએ? એક નવા ક્લાઈમેટ રિપોર્ટમાં ડરામણો દાવો કરવામાં આવ્યો છે કે પૃથ્વી એક ખતરનાક તબક્કામાં પ્રવેશ કરી રહીછે અને ટૂંક સમયમાં અણધાર્યા અને નવા સંકટનો સામનો કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વીએ સૌરમંડળ માટે ખતરાના 35 મહત્વપૂર્ણ સંકેતોમાંથી 25ની મર્યાદા વટાવી દીધી છે.

1/5
image

Hottest Year 2024: આપણા સૌરમંડળના સૌથી મહત્વપૂર્ણ ગ્રહ પૃથ્વી માટે આ સૌથી ખતરનાક સમય છે. બાયોસાઈંસ પત્રિકામાં પ્રકાશિત એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આપણે એક અપરિવર્તનીય જલવાયુ આફતની અણીએ બેઠા છે. રિપોર્ટ અનુસાર, આપણો ગૃહ એટલે કે આપણી પૃથ્વી આબોહવા સંકટના એક મહત્વપૂર્ણ અને અણધાર્યા નવા તબક્કામાં પ્રવેશી ચૂકી છે. જેમાં ગ્રહો માટે ખતરાના 35 મહત્વના સંકેતોમાંથી 25ની સીમા વટાવી ચૂકી છે.

પૃથ્વીના મહત્વપૂર્ણ સંકેત બગડ્યા, આવ્યો નિર્ણાયક કાર્યવાહીનો સમય

2/5
image

ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જૂથ દ્વારા જાહેર રિપોર્ટ અનુસાર, 'જલવાયુ રિપોર્ટ 2024ની સ્થિતિ; પૃથ્વી પર ખતરનાક સમય' નું નિષ્કર્ષ છે કે પૃથ્વીના મહત્વપૂર્ણ સંકેત બગડી રહ્યા છે અને હવે નિર્ણાયક કાર્યવાહીનો સમય છે. આ મહત્વપૂર્ણ સંકેતોમાં માનવ જનસંખ્યા વિસ્ફોટ, વૈશ્વિક સકલ ઘરેલૂ ઉત્પાદ (જીડીપી), પ્રાણીઓની સંખ્યા, માથાદીઠ માંસ ઉત્પાદન અને કોલસો અને તેલનો વપરાશ વગેરેનો સમાવેશ થાય છે.

ધરતી પર માનવ અને પશુધનની વસ્તીમાં દરરોજ ખતરનાક વધારો

3/5
image

રિપોર્ટ અનુસાર, માનવ અને પશુઓની વસ્તીમાં ખતરનાર વૃદ્ધિ થઈ છે. આ ક્રમશ; લગભગ 2,00,000 અને 1,70,000 પ્રતિ દિવસની ઝડપ છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અશ્મિભૂત ઇંધણનો વપરાશ પણ નાટકીય રૂપથી ઝડપ આવી છે. જેમાં 2023માં કોલસો અને તેલનો ઉપયોગ 1.5 ટકા વધ્યો છે. જ્યારે વર્ષ દરમિયાન રિન્યુએબલ એનર્જીમાં થોડી વૃદ્ધિ જોવા મળી હતી. જો કે, અશ્મિભૂત ઇંધણનો વપરાશ પવન અને સૌર ઊર્જા કરતાં 14 ગણો વધારે છે.

દુનિયામાં સતત ઘટી રહી છે વૃક્ષોની સંખ્યા, જંગલની આગ મોટું કારણ

4/5
image

વૈશ્વિક વૃક્ષોનું આવરણ પણ 2022માં વાર્ષિક 28.3 મેગા હેક્ટરના મુકાબલે ઘટીને આ વર્ષે 22.8 મેગા હેક્ટર રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એકલા જંગલમાં લાગેલી આગથી 11.9 મેગા હેક્ટર વૃક્ષોના આવરણને વિક્રમજનક નુકસાન થયું છે. સંશોધકોના મતે, વૃક્ષોના આવરણના નુકશાનના ઊંચા દરોથી જંગલમાં કાર્બનના પૃથ્થકરણમાં ઘટાડો લાવે છે, જેનાથી વધારાની વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થાય છે. બીજી તરફ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન પણ ઘણું વધારે રેકોર્ડે નોંધાયું છે.

ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનથી વધ્યો ખતરો, 2024 સૌથી વધુ ગરમ વર્ષ

5/5
image

ચીન, ભારત અને અમેરિકા ગ્રીનહાઉસ ગેસના સૌથી મોટા ઉત્સર્જક છે. જ્યારે યૂએઈ, સાઉદી અરબ અને ઓસ્ટ્રેલિયામાં પ્રતિ વ્યક્તિ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સૌથી વધુ છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ જોતા આ વર્ષે વૈશ્વિક સપાટીનું તાપમાન સૌથી વધુ હતું, વર્ષ 2024 રેકોર્ડ પર સૌથી વધુ ગરમ વર્ષોમાંથી એક હોઈ શકે છે. રિપોર્ટમાં વિસ્તારથી કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2023 અને ઓગસ્ટ 2024ની વચ્ચે દુનિયામાં 16 ભયાનક જળવાયું આપદાઓ બની છે. તેમાં જાન-માલનું ભારે નુકસાન થયું છે.