રશાકશી બાદ અંતે અમરાઇવાડી બેઠક પર ભાજપની જીત

અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. છેલ્લી ક્ષણ સુધી અમરાઈવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ રહ્યો હતો. મોટાભાગના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ જ આગળ રહ્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં આગળ નીકળી જઈને ભાજપના જગદીશ પટેલ પેટાચૂંટણી જીત્યા હતા.

Trending news