કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નારાજ
કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નારાજ જોવા મળી રહ્યાં છે. ચુંટણી જીત્યા બાદ નર્મદાના પાણી માટે રજુઆત કરી હતી કે, મારા વિસ્તારમાં નર્મદાનુ પાણી મળતુ નથી. 444 ગામો આવેલ છે.. વરસાદ ઓછી થાય છે. ચોમાસામાં ઓવરફલો થાય છે એ નર્મદાનુ પાણી આપવામાં આવે એવી માંગ કરી હતી. વિસ્તારમાં એક જ કોલેજ છે. અન્ય એક કોલેજ આપવામાં આવે એવી પણ માંગ કરી હતી. ભણતરના કારણે લોકો સ્થળાંતર કરે છે. ઉદ્યોગોને જમીન અપાય છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનુ સ્વપ્ન છે કોઇ ઘર વિહોણા ન રહે. અબડાસામા ખનિજ ઉદ્યોગ બહુ છે. સ્થાનિકોને 10% પણ રોજગારી મળતી નથી. અલ્ટ્રાટેકમા પણ માત્ર 56 લોકોને જ રોજગારી મળે છે. ત્રણ તાલુકામા કોઈ પણ નગરપાલિકા નથી. આ બજેટમાં જો આ મુદ્દા સમાવવામાં નહી આવે તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી.