મ્યાંમારમાં આતંકીઓ વિરુદ્ધ ભારતીય સેનાનું 'ઓપરેશન સનરાઈઝ'
આતંકવાદ વિરુદ્ધ ભારત હવે એકદમ આકરા પાણીએ છે. પીઓકેમાં ભારતીય વાયુસેના દ્વારા જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર કરાયેલી એર સ્ટ્રાઈકના થોડા દિવસ બાદ જ ભારતીય સેનાએ હવે મ્યાંમારની સરહદમાં ઘૂસીને આતંકીઓના કેમ્પમાં તબાહી મચાવી છે. મ્યાંમાર બોર્ડર પર આતંકીઓના ઠેકાણા નષ્ટ કરી નાખ્યાં. ભારતીય સેના અને મ્યાંમાર સેનાએ સાથે મળીને આ ઓપરેશનને અંજામ આપ્યો.