નીતિન પટેલે કહ્યું, ભાજપ મારા લોહીમાં છે, કોઈ સત્તા લાલસા મારા જીવનને અડી નહિ શકે
મધ્ય પ્રદેશમાં હાલ ખુબ જ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં પણ કઈ ઓછી નથી. કોંગ્રેસના નેતા અને બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરના એક નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે જેના પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વળતો પ્રહાર કર્યો. ભરત ઠાકોરે કહ્યું હતું કે ભાજપમાં વિખવાદ છે. નીતિન પટેલ 15 ધારાસભ્ય લઈને અમારી સાથે આવે અને મુખ્યમંત્રી બને. આ નિવેદન બાદ નીતિન પટેલે કહ્યું કે ભાજપ મારા લોહીમાં છે. કોઈ સત્તા લાલસા મારા જીવનને અડી શકે નથી. ભૂતકાળમાં આ પ્રયોગ થઈ ચૂક્યો છે. સિક્કાની એક બાજુ ભાજપ અને બીજી બાજુ હું છું. મને રાજપામાં લઈ જવાનો પ્રયાસ થયો હતો.