વિરમગામઃ કેનાલના પાણી ખેતરોમાં ઘૂસ્યા, ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન

વધુ એક વાર ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અમદાવાદના વિરમગામ તાલુકાના સૂરજગઢ ગામમાં પાણી ઘૂસ્યા છે. ખેતરોમાં પાણીનો ભરાવો થવાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે... નર્મદા કેનાલ ઓવર ફ્લો થતા ખેતરોમાં પાણી ઘુસ્યા છે... ખેડૂતોએ પાણીની માગ ન કરી હોવા છતાં કેનાલમાં પાણી છોડાતા રવિ પાકને નુકસાન થયું... અંદાજે 300 વિઘા ખેતરોમાં રવિ પાકને નુકસાન થયું છે.

Trending news