નવરાત્રિમાં IRCTCની ખાસ ઓફર, આ પેકેજમાં કરો માતા વૈષ્ણો દેવીના દર્શન

IRCTCની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ પેકેજનું નામ 'માતા વૈષ્ણો દેવી' છે. જેમાં માતા વૈષ્ણોદેવીની તીર્થ યાત્રા કરવામાં આવશે.
 

  નવરાત્રિમાં IRCTCની ખાસ ઓફર, આ પેકેજમાં કરો માતા વૈષ્ણો દેવીના દર્શન

નવી દિલ્હીઃ ભારતમાં હિન્દુઓના સૌથી મહત્વપૂર્ણ તહેવાર નવરાત્રી 6 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ભક્તો વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન માટે જશે. જો તમે વૈષ્ણો દેવીની યાત્રાનો પ્લાન બનાવી રહ્યાં છો તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ (IRCTC)નું આ ખાસ પેકેજ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

IRCTCની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ પેકેજનું નામ 'માતા વૈષ્ણો દેવી' છે. જેમાં માતા વૈષ્ણોદેવીની તીર્થ યાત્રા કરવામાં આવશે. આ પેકેજમાં ટ્રેનના માધ્યમથી 3એસી ક્લાસમાં યાત્રા કરવામાં આવશે. વૈષ્ણો દેવીના આ પેકેજમાં 3 રાત/4 દિવસ એસી હોટલમાં સ્ટે મળશે. આ પેકેજમાં ટ્રેન સોમવારથી ગુરૂવાર દરરોજ 8.40 કલાકે શરૂ થશે. આ પેકેજમાં વૈષ્ણો દેવીના દર્શનની સાથે કાંડ કંડોલી મંદિર, રઘુનામથી મંદિર અને બાગે બહુ ગાર્ડન પણ કવર થશે. 

પેકેજની કિંમત

યાત્રી                                 કિંમત(પ્રતિ વ્યક્તિ)
એક વ્યક્તિ માટે                       7535 રૂપિયા

બે વ્યક્તિ માટે                         6010 રૂપિયા

ત્રણ વ્યક્તિઓ માટે                      5845 રૂપિયા

બાળક (05-11 વર્ષ) બેડની સાથે       4995 રૂપિયા

બાળક (05-11 વર્ષ) બેડ વગર          4385 રૂપિયા

આઈઆરસીટીસી અનુસાર, પેકેજની કિંમત બુકિંગની તારીખ અનુસાર છે. જો કોઈપણ રીતે રેલવેનું ભાડૂં કે અન્ય ખર્ચ જેમ કે ઇનપુટ દર વધી જાય તો ગ્રાહકોએ યાત્રા શરૂ કરતા પહેલા વધારાની રકમ ચુકવવી પડશે. આઈઆરસીટીસી યાત્રા દરમિયાન કોઈપણ દર્શન સ્થળમાં વીઆઈપી ટ્રીટમેન્ટની સુવિધા પ્રદાન કરતું નથી. 

આ યાત્રા દરમિયાન યાત્રીકોએ પોતાના સામાનું ધ્યાન સ્વયંમે રાખવાનું છે, કારણ કે સામાન ખોવા કે ચોરી થવાની સ્થિતિમાં આઈઆરસીટીસીની કોઈ જવાબદારી રહેશે નહીં. જો કોઈપણ વયક્તિ કોઈપણ સ્થાન પર આઈઆરસીટીસીની દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી હસમાં ચઢવાનું ભૂલી જાય તો તેણે પોતાના ભાડા પર આગામી સ્થાન સુધી પહોંચવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news