અભિનેતા મલ્હાર ઠાકરની ફિલ્મ શરતો લાગુનું મ્યુઝિક લોન્ચ, 19 ઓક્ટોબરે થશે રિલીઝ

ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે અભિનેત્રી દિક્ષા જોષી છે. એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. 

 અભિનેતા મલ્હાર ઠાકરની ફિલ્મ શરતો લાગુનું મ્યુઝિક લોન્ચ, 19 ઓક્ટોબરે થશે રિલીઝ

અમદાવાદઃ અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી દિક્ષા જોષીની રોમેન્ટિક ફિલ્મ શરતો લાગું આગામી 19 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ત્યારે આજે આ ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ફિલ્મના સ્ટાર કાસ્ટ સહિત ફિલ્મના દિગ્દર્શક નિરજ જોષી પણ હાજર રહ્યાં હતા.  ફિલ્માં મ્યુઝિક પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે.જયારે ગીતોના શબ્દો નીરેન ભટ્ટે લખ્યા છે. ફિલ્મમાં આદિત્ય ગઢવી, ઐશ્વર્યા મજુમદાર, જસલીન રોયલ, યશિતા શર્મા, સિદ્ધાર્થ અમીત ભાવસારના કંઠે ગીત કમ્પોઝ કરાયા છે.

ફિલ્મ અંગે વાત કરતા નિરજ જોષીએ કહ્યું કે, આ ફિલ્મ સિમ્પલ, રોમેન્ટિક અને કોમેડી સ્ટોરી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને કચ્છમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અમેરિકામાં યોજાયેલા ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં પણ આ ફિલ્મનું પ્રિમિયર યોજવામાં આવ્યું હતું. ફિલ્મમાં મનોરંજનની સાથે હાસ્ય પણ છે. આ ફિલ્મમાં મલ્હાર અને દિક્ષા પ્રથમવાર સાથે કામ કરી રહ્યાં છે. 

 

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મના નાયક સત્યવ્રત (મલ્હાર ઠાકર) અને ફિલ્મની નાયિકા સાવિત્રી (દિક્ષા જોષી) વચ્ચે છે. સાબિત્રી પ્રાણી અને પ્રકૃતિ પ્રેમી છે. તો નાયક પાણીનો થતો બગાડ અટકાવે છે. સૌથી મહત્વની વાત છે કે સત્યવ્રત નોનવેજ છે, તો સાવિત્રી વેજીટેરિયન છે. જ્યારે આ ફિલ્મના નાયકના લગ્નની વાત આવે છે. ત્યારે તે છોકરી જોવા માટે જાય છે. નાયિકાના પપ્પા તેને છોકરા વિશે જણાવે છે, તો નાયિકા કહે છે કે છોકરો ગમે તેવો હોય પણ વેજ હોવો જોઈએ. બસ અહીંથી ફિલ્મ શરૂ થાય છે. ગુજરાતીમાં આવી પ્રથમ ફિલ્મ હશે કે જ્યારે છોકરો છોકરી જોવા જાય છે ત્યારે તે નક્કી કરતા પહેલા બે મહિના સાથે રહેવાનું કહે છે. આ માટે નાયિકા તૈયાર થાય છે. જ્યારે બંન્ને ભેગા રહે છે ત્યારે બંન્ને અલગ હોવા છતા તેમાં કેટલિક સામ્યતા પણ જોવા મળે છે. ફિલ્મના કેટલાક ડાયલોગ પણ શાનદાર છે. 

આ ફિલ્મ 19 ઓક્ટબરે રિલીઝ થશે. જુઓ ફિલ્મનું ટ્રેલર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news