જાની..જાની કરીને દુશ્મનોની પત્તર ઠોકનારા રાજકુમારે ગોવિંદાના શર્ટને કેમ બનાવી દીધો રૂમાલ? જાણો આવા રસપ્રદ કિસ્સા

રાજકુમારે કેમ કૂતરાને પૂછી દીધું, તું ફિલ્મમાં આ રોલ કરીશ, જાણો રાજકુમારના જીવનના રસપ્રદ કિસ્સાઓ વિશે

જાની..જાની કરીને દુશ્મનોની પત્તર ઠોકનારા રાજકુમારે ગોવિંદાના શર્ટને કેમ બનાવી દીધો રૂમાલ? જાણો આવા રસપ્રદ કિસ્સા

નવી દિલ્લીઃ દિવંગત અભિનેતા રાજ કુમારના ઘણા કિસ્સાઓ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં જાણીતા રહ્યા છે. જ્યારે તે ડાયલોગ બોલતા હતા ત્યારે સિનેમા હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠતો. તેમની ફિલ્મો દર્શકોના દિલ જીતી લેતી હતી. રાજ કુમાર તેમના આખા બોલી સ્વભાવ માટે જાણીતા હતા. ગોવિંદાથી લઈને રામાનંદ સાગર સુધીના લોકો બેબાક અંદાજથી વાકેફ થયા છે. રાજકુમાર એવા હતા જેઓ તેમના કૂતરાને પણ પૂછી શકે કે શું તે ફિલ્મમાં અભિનય કરશે.?

No description available.

રાજકુમાર-ગોવિંદાનો કિસ્સો-
રાજ કુમારે એકવાર ગોવિંદાના શર્ટનો રૂમાલ બનાવી દીધો હતો. 80ના દાયકાની આ વાત છે જ્યારે ગોવિંદા અને રાજ કુમાર ફિલ્મ જંગબાઝનું શુટિંગ કરી રહ્યા હતા. શોટ આપ્યા પછી ગોવિંદા રાજ કુમાર સાથે બેસ્યો હતો. તે સમયે ગોવિંદાએ પહેરેલ શર્ટ રાજ કુમારને ગમ્યો. રાજકુમારે ગોવિંદાને કહ્યું કે- 'તારો આ શર્ટ મને ગમે છે', આ સાંભળી ગોવિંદા રાજ કુમારને શર્ટ આપી દે છે. કેટલાક દિવસ બાદ રાજકુમાર ગોવિંદાના શર્ટનો રૂમાલ બનાવી તેને ખિસ્સામાં રાખી ફરતા હતા.

No description available.રાજકુમાર-રામાનંદ સાગરનો કિસ્સો-
રામાનંદ સાગર રાજકુમારને આંખે ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ રાજકુમારને સ્ક્રિપ્ટ પસંદ ન આવી અને તેણે પોતાના પાલતુ કૂતરાને અવાજ આપીને બોલાવ્યો અને કૂતરાને પૂછ્યું - શું તું આ ફિલ્મમાં રોલ કરવા માંગે છે?, ત્યારબાદ રાજકુમારે રામાનંદ સાગરને કહ્યું કે 'જુઓ, મારો કૂતરો પણ આ રોલ કરવા નથી માંગતો'.

No description available.રાજકુમાર-પ્રકાશ મેહરાનો કિસ્સો-
રાજકુમારે એક ફિલ્મ દુર્ગંધના કારણે છોડી દીધી હતી અને તે ફિલ્મ ઝંજીર હતી અને તેમાં પાછળથી રાજ કુમારના સ્થાને અમિતાભ બચ્ચને અભિનય કર્યો હતો. પ્રકાશ મેહરા રાજકુમારને ફિલ્મમાં લેવા માંગતા હતા અને આ માટે તેઓ તેમની પાસે પણ પહોંચ્યા. ત્યારે રાજકુમારે પ્રકાશ મેહરાને કહ્યું કે 'તમારામાંથી બિજનૌરી તેલની ગંધ આવી રહી છે અને જેથી ફિલ્મમાં શુટિંગ તો દૂરની વાત છે હું તમારી સાથે એક મિનિટ પણ ઉભો ન રહું'.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news