સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક બનશે રેલવે સ્ટેશન, પીએમ અને રાષ્ટ્રપતિ નાખશે પાયો
15 ડીસેમ્બર સરદાર સાહેબની પુણ્યતિથિની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા વડાપ્રધાન મોદી યોજશે પ્રાથના સભા.
Trending Photos
જયેશ દોશી/નવી દિલ્હી: ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી સાડા ત્રણ કિલોમીટર દૂર આવેલા એક નાના શહેર કેવડિયામાં 6,788 લોકો વસવાટ કરે છે. આ શહેરને વહેલી તકે રેલવે સ્ટેશન મળવા જઇ રહ્યું છે. જેની યોજના તૈયાર કરી લેવામાં આવી છે તેવી જાણકારી મળી છે. જાણવા મળી રહ્યું છે, કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે તેને પાયો નાખશે.
દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલું છે. અને અહિં પહોંચવા માટે પહેલા કેવડિયા પહોંચવું પડે છે. સરદાર પટેલની પુણ્યતિથિની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવણી થશે. જેમાં વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી કોહલી, કેન્દ્રીય રેલવે મંત્રી,કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સહિત રાજય મંત્રીમંડળ પણ જોડાશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લુ મુક્યું તેના 11 દિવસ પહેલા જ સ્મારકને જોવા માટે આશરે 1.3 લાખ પર્યટકો આવ્યા હતા. રાજ્યમાં પ્રવાસીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. પરંતુ આ વિસ્તારમાં વાહન વ્યવહારની મોટી તકલીફ સામે આવી છે. જેને દૂર કરવા માટે અહિં એક આધુનિક રેલવે સ્ટેશન બનવા જઇ રહ્યું છે. આ સ્થળ પર રેલ્વે સ્ટેશન બનવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને સ્થાનિક રોજગારીઓમાં વધારો થશે.
મહત્વનું છે, કે પીએમ મોદીએ 31 ઓક્ટોબર 2018માં સરદાર પટેલની 143મી જન્મ જયંતિના અવસર પર આ પ્રતિમાં દેશને સમર્પિત કરી હતી. દુનિયાની સોથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને ભારતની શાશ્વત અસ્તિત્વનું પ્રતિક બતાવતા પીએમ મોદીએ કહ્યું હતું, કે સરદાર પટેલે હજારે દેશી રજાવડાઓને એક કરી દેશનું એકકીકરણ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે