ભારતમાં આ સમસ્યા અંગેની ચર્ચા મહિલાઓ ક્યારેય ઘરમાં કરતી નથી
સમગ્ર વિશ્વમાંથી ૬૦૦થી વધારે પ્રતિનિધીઓ યુરોગાયનેકોલોજીસ્ટની વાર્ષિક કોન્ફરન્સ "યુરોગાયનેક-૨૦૧8" માં હાજરી આપી હતી.ગાયનેક ને લગતી લાઇવ શસ્ત્રક્રિયા પણ કરવામા આવી છે. કોન્ફરન્સના વિષયોમાં વધુ પડતી મૂત્રાશય, યુરોગાયનેકોલોજીમાં મેડીકોલીગલ બાબતો, લેપ્રોસ્કોપીક મેનેજમેન્ટ ઓફ નલીપરસ એન્ડ વોલ્ટ પ્રોલેપ્સ, યોનિમાર્ગ કાયાકલ્પ અને પેશાબનું તણાવ, ફિમેલ સેક્સ્યુઅલ ડિસ્ફન્કશન, પેલ્વિક ફ્લોર,જેવા અનેક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું
Trending Photos
અમદાવાદ: સમગ્ર વિશ્વમાંથી ૬૦૦થી વધારે પ્રતિનિધીઓ યુરોગાયનેકોલોજીસ્ટની વાર્ષિક કોન્ફરન્સ "યુરોગાયનેક-૨૦૧8" માં હાજરી આપી હતી. કોન્ફરન્સ પ્રાથમિક રીતે યોનિમાર્ગ પુનનિર્માણ અને કાયાકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગાયનેક ને લગતી લાઇવ શસ્ત્રક્રિયા પણ કરવામા આવી છે. કોન્ફરન્સના વિષયોમાં વધુ પડતી મૂત્રાશય, યુરોગાયનેકોલોજીમાં મેડીકોલીગલ બાબતો, લેપ્રોસ્કોપીક મેનેજમેન્ટ ઓફ નલીપરસ એન્ડ વોલ્ટ પ્રોલેપ્સ, યોનિમાર્ગ કાયાકલ્પ અને પેશાબનું તણાવ, ફિમેલ સેક્સ્યુઅલ ડિસ્ફન્કશન, પેલ્વિક ફ્લોર,જેવા અનેક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું
યુરોગયનેક 2018ના ચીફ ઓર્ગેનાઈઝર અને આઇકેડીઆરસીના ડિરેક્ટર ઇન્ચાર્જ ડો વિનીત મિશ્રાએ જણાવ્યું કે " દર્દીઓને શ્રેષ્ઠ સારવાર રાહત દરે ઉપલબ્ધ થાય એજ અમારો ઉદ્દેશ્ય છે. યુરોલોજી અને ગાયનેકોલોજી બંને બ્રાન્ચની સબડિવિઝન તરીકે યુરોગયનેકોલોજી બ્રાન્ચ વિકસી રહી છે. આખા વિશ્વમાં ગણતરીના ડોક્ટરો છે જે યુરોગયનેકોલોજી બાબતનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે.
યુરોગયનેક સંબંધિત સમસ્યા ધરાવતી મહિલાઓને શ્રેષ્ઠ સારવાર એફિર્ડબલ કિંમતે ઉપલબ્ધ થાય તેવોજ અમારો ઉદ્દેશ્ય છે. એક અંદાજ મુજબ 30 વર્ષ ની ઉંમર બાદ 30 ટકા જેટલી યુવતીઓને ખાંસી અથવા છીંક સાથે પેશાબ નીકળી જવાની સમસ્યાઓ થતી હોય છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં આ સમસ્યા અંગેની ચર્ચા મહિલાઓ ક્યારેય ઘરમાં કરતી નથી."
તેમણે વધુ માં જણાવ્યું કે " યુવતી કે જેની નોર્મલ ડિલિવરી થઇ હોય તે પૈકીની 30 ટકા જેટલી યુવતીઓ પેશાબ પરનો નિયંત્રણ ગુમાવે છે. આવી પરિસ્થિતિમાં યુવતીઓ ઘણી વખત ક્ષોભમાં મૂકવું પડે છે. જેમ જેમ મહિલાઓની ઉંમર વધતી જાય છે તેમ તેમ સમસ્યાનું પ્રમાણ પણ વધતું જાય છે. 70 વર્ષ કરતા મોટી ઉંમરની 80 ટકા મહિલાઓમાં યુરિન લીકેજની સમસ્યા જોવા મળે છે. આવી સમસ્યામાંથી છુટકારો મળે તે જરૂરી છે આ તમામ વસ્તુની જાગૃકતા ફેલાવવા માટે આ પ્રકારની કોન્ફરન્સ કરવામાં આવે છે."
યુરોગયનેક 2018ના ત્રીજા અને ચોથા દિવસે સમગ્ર ગુજરાતના મેડિકલના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ પેપર અને પોસ્ટર પ્રેસેંટેશન પણ કરવામાં આવ્યું હતું. આ સિવાય આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ડોક્ટરો દ્વારા યુરોગયનેક ને લાગતા જુદા જુદા વિષયો પર પેનલ ડિસ્કશન અને લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે