Delhi, farmers protest, Delhi police, security, FIR, RED FORT : દેશની રાજધાની દિલ્હીમાં ગઈ કાલે મંગળવારે ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) હિંસક બની. આ હિંસામાં 300 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેને પગલે હવે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં આ હિંસા મામલે 22 એફઆઈઆર દાખલ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસ (Delhi) ના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસ ( Republic Day 2021 ) ના અવસરે ખેડૂતોએ કાઢેલી ટ્રેક્ટર રેલી  (Tractor Rally)  દરમિયાન અનેક ઠેકાણે હિંસા થઈ. આ હિંસા ( Violence ) મામલે અત્યાર સુધીમાં કુલ 22 જેટલી FIR દાખલ થઈ છે. હિંસામાં અત્યાર સુધીમાં 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.  મંગળવારે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસા કરનારાઓને કાયદાના દાયરામાં લાવવામાં આવશે અને કડક કાર્યવાહી થશે. 


કડક કાર્યવાહીના આદેશ
લાલ કિલ્લા પર ઘટેલી ઉપદ્રવની ઘટના અંગે  કેન્દ્રીય ગૃહ મંત્રાલય ખુબ જ ગંભીર છે અને પોલીસ અધિકારીઓને ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા છે. આ સાથે જ ઘટનામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને સારી ઉપચાર સુવિધા ઉપલબ્ધ કરાવવાના પણ આદેશ અપાયા છે. રિપોર્ટ મુજબ મંગળવાર સાંજથી લઈને અત્યાર સુધીમાં દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને જે ઈનપુટ આપ્યા છે જે મુજબ વધારાના સુરક્ષાદળોની તૈનાતીનું કામ પૂરું થયું છે. હિંસાવાળા વિસ્તારોમાં હવે સ્થિતિ નિયંત્રણમાં છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ જરૂર પડ્યે વધુ પેરામિલેટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવશે. 


Amit Shah ) આજે  ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને IBના ડાઈરેક્ટર પણ સામેલ હશે. આ સમગ્ર ઘટનાક્રમ મામલે ગૃહમંત્રી અમિત શાહ આજે પીએમ મોદીને પણ મળી શકે છે. મંગળવારે  એક મહત્વનો નિર્ણય લેવાયો કે દિલ્હીમાં પેરા મિલેટ્રી ફોર્સની હવે 15 વધારાની ટુકડીઓ તૈનાત કરાશે. 


Tractor Parade: Republic Day પર ઉપદ્રવીઓની અત્યંત શરમજનક કરતૂત, આ VIDEO જોઈ દેશ હચમચી ગયો


કોંગ્રેસ સાંસદે આપ્યું મોટું નિવેદન
દિલ્હી (Delhi) માં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (Tractor Parade) ના નામ પર મચેલા કોહરામ અને હિંસાની સચ્ચાઈ હવે ધીરે ધીરે બહાર આવી રહી છે. કોંગ્રેસના લુધિયાણાના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ (Ravneet Singh Bittu) નો દાવો છે કે આ હિંસાને આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલા ખાલિસ્તાનીઓએ અંજામ આપ્યો. તેમણે એક દિવસ પહેલા જ સમગ્ર આંદોલનને હાઈજેક કરી લીધુ હતું. 


'હિંસા માટે એક રાત પહેલા બનાવી લીધી હતી યોજના'
રવનીત સિંહ બિટ્ટુ (Ravneet Singh Bittu) એ દાવો કર્યો કે ટ્રેક્ટર પરેડ (Tractor Rally) ના નામ પર થયેલી હિંસા માટે SFJ એ ખેડૂત સંગઠનોમાં મોટા પાયે ઘૂસણખોરી કરી. દીપ સિદ્ધુ (Deep Sidhu) ના નેતૃત્વમાં SFJ ના લોકોએ સોમવારે મોડી રાતે દિલ્હી (Delhi) માં ખેડૂતોના સ્ટેજ પર કબ્જો જમાવ્યો. તે સમયે જ નક્કી કરી લેવાયું હતું કે મંગળવારે ગણતંત્ર દિવસ (Republic Day 2021)ના અસરે લાલ કિલ્લા (Red Fort)  પર ઝંડો ફરકાવવામાં આવશે. 


Tractor Parade: લાલ કિલ્લા પર કબજો જમાવી ઉપદ્રવ મચાવનારા કોણ? કોંગ્રેસ સાંસદે આપ્યું મોટું નિવેદન


'ખાલિસ્તાનીઓએ લાલ કિલ્લા પર કર્યો કબ્જો'
રવનીત સિંહે કહ્યું કે 26 જાન્યુઆરીના દેવસે દેશને મોટો ઘા આપવા માટે આ મોટું ષડયંત્ર રચાયું હતું. લાલ કિલ્લા પર જે ઝંડો લગાવવામાં આવ્યો છે, તે નિશાન સાહિબનો ધ્વજ નથી. અમારો ધાર્મિક ઝંડો કેસરી હોય છે, પીળો નહી. જેમણે લાલ કિલ્લા પર કબ્જો જમાવ્યો અને ઉપદ્રવ મચાવ્યો તેઓ ખાલિસ્તાની હતા. ખેડૂતો આ ઉપદ્રવમાં સામેલ નહતા. NIA ની તપાસ થાય અને જે પણ તેની પાછળ હોય તેને જેલમાં નાખવામાં આવે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube