Tractor Parade: લાલ કિલ્લા પર કબજો જમાવી ઉપદ્રવ મચાવનારા કોણ? કોંગ્રેસ સાંસદે આપ્યું મોટું નિવેદન

દિલ્હી (Delhi) માં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (Tractor Parade) ના નામ પર મચેલા કોહરામ અને હિંસાની સચ્ચાઈ હવે ધીરે ધીરે બહાર આવી રહી છે. કોંગ્રેસના લુધિયાણાના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ (Ravneet Singh Bittu) નો દાવો છે કે આ હિંસાને આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલા ખાલિસ્તાનીઓએ અંજામ આપ્યો.

Tractor Parade: લાલ કિલ્લા પર કબજો જમાવી ઉપદ્રવ મચાવનારા કોણ? કોંગ્રેસ સાંસદે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: દિલ્હી (Delhi) માં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (Tractor Parade) ના નામ પર મચેલા કોહરામ અને હિંસાની સચ્ચાઈ હવે ધીરે ધીરે બહાર આવી રહી છે. કોંગ્રેસના લુધિયાણાના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ (Ravneet Singh Bittu) નો દાવો છે કે આ હિંસાને આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલા ખાલિસ્તાનીઓએ અંજામ આપ્યો. તેમણે એક દિવસ પહેલા જ સમગ્ર આંદોલનને હાઈજેક કરી લીધુ હતું. 

'હિંસા માટે એક રાત પહેલા બનાવી લીધી હતી યોજના'
રવનીત સિંહ બિટ્ટુ (Ravneet Singh Bittu) એ દાવો કર્યો કે ટ્રેક્ટર પરેડ (Tractor Rally) ના નામ પર થયેલી હિંસા માટે SFJ એ ખેડૂત સંગઠનોમાં મોટા પાયે ઘૂસણખોરી કરી. દીપ સિદ્ધુ (Deep Sidhu) ના નેતૃત્વમાં SFJ ના લોકોએ સોમવારે મોડી રાતે દિલ્હી (Delhi) માં ખેડૂતોના સ્ટેજ પર કબ્જો જમાવ્યો. તે સમયે જ નક્કી કરી લેવાયું હતું કે મંગળવારે ગણતંત્ર દિવસ (Republic Day 2021)ના અસરે લાલ કિલ્લા (Red Fort)  પર ઝંડો ફરકાવવામાં આવશે. 

'ખાલિસ્તાનીઓએ લાલ કિલ્લા પર કર્યો કબ્જો'
રવનીત સિંહે કહ્યું કે 26 જાન્યુઆરીના દેવસે દેશને મોટો ઘા આપવા માટે આ મોટું ષડયંત્ર રચાયું હતું. લાલ કિલ્લા પર જે ઝંડો લગાવવામાં આવ્યો છે, તે નિશાન સાહિબનો ધ્વજ નથી. અમારો ધાર્મિક ઝંડો કેસરી હોય છે, પીળો નહી. જેમણે લાલ કિલ્લા પર કબ્જો જમાવ્યો અને ઉપદ્રવ મચાવ્યો તેઓ ખાલિસ્તાની હતા. ખેડૂતો આ ઉપદ્રવમાં સામેલ નહતા. NIA ની તપાસ થાય અને જે પણ તેની પાછળ હોય તેને જેલમાં નાખવામાં આવે. 

'આ ઘટનાથી આપણા પર કાળો ધબ્બો લાગ્યો'
તેમણે કહ્યું કે આ લોકોએ ખેડૂતો સાથે મોટો દગો કર્યો છે. અત્યાર સુધી પંજાબી એ વાત પર ગર્વ કરતા હતા કે તેઓ સેવા-ત્યાગવાળા હોય છે પરંતુ આ જે ઘટના થઈ તેનાથી તેના પર કાળો ધબ્બો લાગ્યો છે. રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું કે હવે આવા લોકોને અમે રાજ્યમાં ઘૂસવા દઈશું નહી. સંસદમાં 29 જાન્યુઆરીથી બજેટ સેશન શરૂ થઈ રહ્યું છે. અમે તે દિવસે આ સમગ્ર ઘટના પર ચર્ચા કરીશું. પરંતુ અમે જલદી આ બધામાંથી બહાર આવીશું અને નવી ઉર્જા સાથે બાઉન્સ બેક કરીશું. 

કોણ છે દીપ સિદ્ધુ?
દીપ સિદ્ધુ પોતાને બોલીવુડ અભિનેતા અને ભાજપ સાંસદ સની દેઓલનો સંબંધી ગણાવે છે. તેણે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સની દેઓલનો પ્રચાર સંભાળ્યો હતો. સની દેઓલ સાથે તેણે પણ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તે સમયની મુલાકાતનો ફોટો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને સની દેઓલના વિરોધીઓ તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. 

સની દેઓલે કરી સ્પષ્ટતા
આ બાજુ ફોટો વાયરલ થયા બાદ ગુરુદાસપુરથી ભાજપના સાંસદ અને બોલીવુડ અભિનેતા સની દેઓલે ( Sunny Deol ) સ્પષ્ટતા કરવી પડી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'લાલ કિલ્લા પર જે થયું તે જોઈને મન દુ:ખી થઈ ગયું છે. હું પહેલા પણ 6 ડિસેમ્બરના રોજ ટ્વિટરના માધ્યમથી સ્પષ્ટ કરી ચૂક્યો છું કે મારા કે મારા પરિવારને દીપ સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી, જયહિન્દ.'

RSS નું પણ નિવેદન આવ્યું
દિલ્હીમાં ખેડૂતો દ્વારા થયેલી હિંસાની ઘટના પર RSSનું પણ નિવેદન આવ્યું છે. RSSના સરકાર્યવાહક સુરેશ જોશીએ કહ્યું કે ગણતંત્ર દિવસના પવિત્ર દિવસે દિલ્હીમાં જે હિંસા અને ઉપદ્રવ થયો, તે ખુબ જ દુખદ અને નિંદનીય ઘટના છે. ખાસ કરીને ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લા પર થયેલું કૃત્ય દેશની સ્વાધિનતા અને અખંડિતતાની રક્ષા માટે બલિદાન આપનારાઓનું અપમાન છે. લોકતંત્રમાં આવી અરાજકતા માટે કોઈ સ્થાન નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તમામ દેશવાસીઓને આહ્વાન કરે છે કે રાજકીય અને વૈચારિક મતભેદોથી ઉપર ઉઠીને પ્રાથમિકતાથી શાંતિ માટે પ્રયત્નો કરે. 

હિંસામાં 83 પોલીસકર્મીઓ ઘાયલ
દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસના અવસરે ઘટેલી હિંસક ઘટનાઓમાં 83 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. લાલ કિલ્લા નજીક ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરી દેવાયો છે. 

'83 Police personnel were injured after being attacked by agitating farmers yesterday,' as per Delhi Police. pic.twitter.com/AvK7DVtsEY

— ANI (@ANI) January 26, 2021

ઉપદ્રવીઓ પર ગંભીર કલમો હેઠળ કેસ દાખલ
પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ સરકારી કામમાં બાધા નાખવા, પોલીસકર્મીઓ પર હુમલો કરવા, સરકારી અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડવા, કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરવા, NOCના નિયમોની અવગણના સહિત અનેક કલમો હેઠળ કેસ દાખલ કરાશે. ઉપદ્રવીઓની ઓળખ થયા બાદ તેમના પર કડક કાર્યવાહી કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news