કોરોના સામે લડત માટે પીએમ કેર ફંડમાંથી આપવામાં આવ્યા 3100 કરોડ રૂપિયા
કોરોના સંકટ માટે બનાવવામાં આવેલા પીએમ કેરેસ ફંડ પર વિપક્ષ મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તેનું ઓડિટ કરાવવાની માગ પણ કરવામાં આવી છે. તે જ સમયે, હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી પીએમ કેર્સ ફંડના નાણાં ફાળવવા માહિતી આપવામાં આવી છે. કોરોના સામે લડવા માટે પીએમ કેર્સ ફંડમાંથી 3100 કરોડ ફાળવવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના સંકટ માટે બનાવવામાં આવેલા પીએમ કેરેસ ફંડ પર વિપક્ષ મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તેનું ઓડિટ કરાવવાની માગ પણ કરવામાં આવી છે. તે જ સમયે, હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી પીએમ કેર્સ ફંડના નાણાં ફાળવવા માહિતી આપવામાં આવી છે. કોરોના સામે લડવા માટે પીએમ કેર્સ ફંડમાંથી 3100 કરોડ ફાળવવામાં આવ્યા છે.
3100 કરોડમાંથી 2000 કરોડનો ઉપયોગ વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવશે. 1000 કરોડનો ઉપયોગ સ્થળાંતર મજૂરોની સંભાળ માટે કરવામાં આવશે અને 100 કરોડનો ખર્ચ વેક્સીનના સંશોધન પાછળ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસથી સર્જાયેલા સંકટને ધ્યાનમાં રાખીને પીએમ કેર્સ ફંડની શરૂઆત કરી હતી અને લોકોને તેમાં દાન આપવા અપીલ કરી હતી.
27 માર્ચ 2020 ના રોજ બનાવવામાં આવેલ ટ્રસ્ટનું નેતૃત્વ માનનીય પ્રધાનમંત્રી કરે છે. ટ્રસ્ટના અન્ય સભ્યો રક્ષા મંત્રી, ગૃહ મંત્રી અને નાણા મંત્રી છે. આ પેકેજની જાહેરાત કરતા પ્રધાનમંત્રીને પીએમ કેર્સ ફંડમાં ફાળો આપવા બદલ તમામ દાતાઓનો આભાર માન્યો છે. કોરોના સામે ચાલી રહેલી લડતમાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે રૂ. 2 હજાર કરોડના 50 હજાર વેન્ટિલેટર ખરીદવામાં આવશે. આ વેન્ટિલેટર તમામ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકાર સંચાલિત COVID-19 હોસ્પિટલોમાં આપવામાં આવશે.
આ પણ વાંચો:- ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની કેન્ટીનમાં માત્ર સ્વદેશી વસ્તુનું વેચાણ
પરપ્રાંતિય મજૂરોને રાહત
પરપ્રાંતિયો અને ગરીબોના કલ્યાણ માટે લેવામાં આવતા પ્રવર્તમાન પગલાઓને મજબુત બનાવવા માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને 1 હજાર કરોડ અપાશે. આ રકમનો ઉપયોગ તેમની રહેવાની વ્યવસ્થા, ખોરાકની વ્યવસ્થા, તબીબી સારવાર માટે કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના વેક્સીન બનાવવા માટે 100 કરોડ ફાળવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે