બચપન કા પ્યાર ફેમ સહદેવ અકસ્માતમાં ઈજાગ્રસ્ત, માથામાં ગંભીર ઈજા, બાદશાહે કર્યુ ટ્વીટ
પ્રાપ્ત જાણકારી અનુસાર સહદેવ પોતાના પિતાની સાથે બાઇક પર જઈ રહ્યો હતો. બાઇક પર ત્રણ લોકો સવાર હતા. સહદેવ પાછળ બેઠો હતો. શબરી નગર પહોંચ્યા તો બાઇક સ્લીપ થઈ ગઈ હતી.
Trending Photos
રાયપુરઃ 'બચપન કા પ્યાર' ગીતથી જાણીતો બનેલો છત્તીસગઢનો છોકરો સહદેવ દિરદો મંગળવારે એક રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તે શબરી નગરમાં દુર્ઘટનાની ઝપેટમાં આવી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે સહદેવના માથામાં ગંભીર ઈજા થઈ છે. ત્યારબાદ તેને જગદલપુર રેફર કરવામાં આવી રહ્યો છે. દુર્ઘટનાની માહિતી મળતા કલેક્ટર વિનીત નંદનવાર પહોંચ્યા હતા અને જિલ્લા હોસ્પિટલના ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. તો એસપી સુનીલ શર્માએ જિલ્લા હોસ્પિટલે પહોંચ્યા અને સહદેવની સ્થિતિની જાણકારી મેળવી હતી. એસપીના નિર્દેશ પર એએસપી ઓમ ચંદેલે જગદલપુરમાં ન્યૂરોલોજિસ્ટ સાથે ચર્ચા કરી હતી. તો રેપર બાદશાહે ટ્વીટ કરી તેમના પરિવારની સાથે હોવાની વાત કહી છે.
બાદશાહે કહ્યુ- પરિવારની સાથે બનાવ્યુ હતુ રીમિક્સ
તો દુર્ઘટનાની સૂચના મળતા રેપર બાદશાહે ટ્વીટ કરી કહ્યુ કે, હું સહદેવના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છું. સાથે તેણે પ્રશંસકોને સહદેવ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. મહત્વનું છે કે છત્તીસગઢનો રહેવાસી સહદેવનું બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે ગીત ખુબ પોપ્યુલર થયું હતું. નક્સલ પ્રભાવિત ક્ષેત્ર પેંદલનાર સ્કૂરમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ સમયે 26 જાન્યુઆરીની તૈયારી દરમિયાન સહદેવે આ ગીત ગાયુ હતું. સ્કૂલમાં ગવાયેલા આ ગીત પર અનેક લોકોએ રીલ્સ બનાવી હતી. જાણીતા રેપર બાદશાહે પણ સહદેવના આ ગીતનું રીમિક્સ વર્ઝન તૈયાર કર્યુ હતું. બાદશાહની સાથે આ વીડિયોમાં સહદેવ પણ જોવા મળ્યો હતો. આ સિવાય સહદેવના ગીત પર તમામ સેલેબ્સે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી છે.
In touch with Sahdev’s family and friends. He is unconscious, on his way to hospital. Im there for him. Need your prayers 🙏
— BADSHAH (@Its_Badshah) December 28, 2021
પિતા સાથે બાઈક પર થયો અકસ્માત
પ્રાપ્ત જાણકારી અનુસાર સહદેવ પોતાના પિતાની સાથે બાઇક પર જઈ રહ્યો હતો. બાઇક પર ત્રણ લોકો સવાર હતા. સહદેવ પાછળ બેઠો હતો. શબરી નગર પહોંચ્યા તો બાઇક સ્લીપ થઈ ગઈ અને બધા પડી ગયા હતા. આ દુર્ઘટનામાં સહદેવને ગંભીર ઈજા થઈ છે. અન્ય બે બાઇક સવારને સામાન્ય ઈજા થઈ છે. સહદેવને તત્કાલ સુકમા જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. ત્યાં પ્રાથમિક સારવાર આપી તેને જગદલપુર જિલ્લા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો. સહદેવના માથા પર ચાર ટાંકા આપ્યા છે. માહિતી મળવા પર સુકમાના કલેક્ટર તથા એસપી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
સીએમ સાથે આવી ચુક્યો છે નજર
સહદેવની પોપ્યુલારિટીનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સાથે પણ નજર આવી ચુક્યો છે. મુખ્યમંત્રી સાથે સહદેવનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સહદેવ કહે છે કે છત્તીસગઢના બે લોકો ફેમસ છે. એક અમારા કક્કા અને એક અમે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે